ચાલુ બસે ડ્રાઇવરને સ્ટ્રોક આવતાં મહિલા મુસાફરે બસ ચલાવી

મહિલા યાત્રીએ બસ ચલાવી ડ્રાઈવરને બચાવ્યો
(એજન્સી)નવી દિલ્હી, મહિલાઓ કોઈનાથી ઓછી ઉતરતી નથી, આ ઉક્તિને આ ઘટના સાબિત કરી રહી છે. હાલ એક કિસ્સો મહારાષ્ટ્રના પુણેથી સામે આવ્યો છે. જ્યાં મહિલાઓ અને બાળકોને લઈ જઈ રહેલી મિની બસના ડ્રાઈવરને અચાનક સ્ટ્રોક (ખેંચ) આવ્યો, જેના કારણે તે નીચે પડી ગયો. A woman named Yogita Satav drove a bus to save the life of the driver of the bus when he had a seizure
ત્યારબાદ બસમાં બેઠેલી ૪૨ વર્ષની યોગિતા સાતવે એક મિનિટનો પણ વિચાર કર્યા વિના બસનું સ્ટિયરિંગ પોતાના હાથમાં લઈ લીધું હતું. યોગિતાએ બસને ૧૦ કિલોમીટર સુધી ચલાવી અને તેને હોસ્પિટલ લઈ જઈ ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો.
#Pune woman drives the bus to take the driver to hospital after he suffered a seizure (fit) on their return journey. #Maharashtra pic.twitter.com/Ad4UgrEaQg
— Ali shaikh (@alishaikh3310) January 14, 2022
મળતી માહિતી મુજબ, આ ઘટના ૭ જાન્યુઆરીની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, યોગિતા અન્ય મહિલાઓ અને બાળકો સાથે શિરુરમાં એક કૃષિ પર્યટન સ્થળ પર પિકનિક કરીને બસમાંથી પરત ફરી રહી હતી.
તે દરમિયાન ડ્રાઈવરને ખેંચ આવવા લાગી અને નીચે પડી ગયો હતો અને તેણે કારને એકાંત જગ્યાએ રોકવી પડી હતી. યોગિતાએ જણાવ્યું કે મને કાર ચલાવતા આવડે છે. બાળકો અને મહિલાઓને ગભરાયેલા જાેઈને મેં બસ ચલાવવાનું નક્કી કર્યું.
યોગિતાએ અન્ય લોકોને પણ તેમના ઘર સુધી છોડી દીધા હતા. કટોકટીના સમયમાં લોકો ગભરાયા વિના સમજદારીપૂર્વક કામ કરવા બદલ યોગિતાની પ્રશંસા કરી રહ્યા છે. યોગિતાએ પ્રાઈવેટ હોસ્પિટલમાં ડ્રાઈવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો.
હાલ ડ્રાઈવરની સ્થિતિ સારી છે અને ડોકટર્સનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. યોગિતાએ જણાવ્યું હતું કે તેને ૧૦ કિલોમીટર સુધી બસ ચલાવીને તેમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. વાઘોલી ગામના પૂર્વ સરપંચ જય સાતવ પાટીલે પોતાના સહયોગી અને પિકનિકના આયોજક આશા વાઘમારેની સાથે યોગિતા સાતવના ઘરે જઈને તેમને સન્માનિત કર્યાં.
યોગિતાના આ વીડિયોને લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કર્યો છે અને તેમને ઘણો પ્રેમ મળી રહ્યો છે. લોકોએ પણ તેમની પ્રશંસા કરી છે. લોકોએ ઘણી સારી કોમેન્ટ કરી છે કારણ કે સાતવે સંકટના સમયે હિંમત બતાવી અને ગભરાયા નહીં અને મોટું કામ કર્યું.