ભારતીય માતાના નામે ચીની મૂળની મહિલાએ ૬ કરોડ રૂપિયાની છેતરપિંડી
સિંગાપોર, સિંગાપોરમાં એક ચીની મૂળની મહિલાને તેના “આધ્યાત્મિક” અનુયાયીઓનું બ્રેઈનવોશ કરવા અને સિંગાપોરના ૭ મિલિયન ડોલર (રૂ. ૬ કરોડથી વધુ)ની છેતરપિંડી કરવા બદલ સાડા ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
મહિલા તેના અનુયાયીઓને કહેતી હતી કે આ પૈસા ભારતમાં ગાય ખરીદવા, મંદિરો અને શાળાઓ બનાવવા માટે મોકલવામાં આવશે.વુ મેઇ હો, ૫૪, છેતરપિંડી અને લાગણીઓને ઠેસ પહોંચાડવા સહિતના પાંચ આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ૪૫ આરોપો પર ટ્રાયલ હજુ પણ ચાલુ છે.
ચાઈનીઝ મૂળની ૫૪ વર્ષીય સિંગાપોરની મહિલા વુ મેઈ હોએ લગભગ ૮ વર્ષ (૨૦૧૨ થી) ૩૦ અનુયાયીઓના સમૂહનું નેતૃત્વ કર્યું. આ અનુયાયીઓ ભારતીય આધ્યાત્મિકતા શ્રી શક્તિ નારાયણી અમ્મામાં માનતા હતા.
ચેનલ ન્યૂઝ એશિયાના અહેવાલ મુજબ, વુએ તેમના અનુયાયીઓને શીખવ્યું કે તેઓએ તેમના “ખરાબ કાર્યાે” માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ અને તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે તેમના “સારા કાર્યાે” વધારવું જોઈએ. વુ અનુયાયીઓને કહેતો હતો કે તેઓએ ભારતમાં અમ્માને પૈસા મોકલવા પડશે, જેથી તેના ખરાબ કાર્યાે ધોવાઈ શકે.
મીડિયાના એક ફોટામાં, સાડીમાં સજ્જ વુએ તેના અનુયાયીઓને તેની પાસે કેટલા પૈસા છે તે જણાવવા માટે સમજાવ્યા અને ધમકી આપી કે જો અનુયાયીઓ તેને પૈસા આપતા પહેલા જૂઠું બોલશે તો તેમને દેવતાઓ દ્વારા સજા કરવામાં આવશે.તેણે તેના “આધ્યાત્મિક” અનુયાયીઓને એવું માનીને છેતર્યા કે તે ભગવાનનું મૂર્ત સ્વરૂપ છે અને જો તેઓ તેનું પાલન નહીં કરે તો તેઓને ક્રૂર સજા કરવામાં આવશે, જેમાં મળ ખાવાની ફરજ પાડવામાં આવશે અને તેમના દાંત ખેંચી લેવામાં આવશે.
વુએ તેના નિયમિત અને લાંબા આધ્યાત્મિક સત્રો દરમિયાન તેના અનુયાયીઓને ખાતરી આપી કે તે દેવતાનો અવતાર છે જે દેવતાઓ અને આત્માઓ સાથે વાતચીત કરી શકે છે. તેમણે તેમના અનુયાયીઓને તેમને “ભગવાન” કહેવા કહ્યું. વુએ તેમના અનુયાયીઓને “પૂજાના સ્વરૂપ” તરીકે ઘરો, કોન્ડોમિનિયમ અને કાર ખરીદવાનો આદેશ પણ આપ્યો હતો, જેનો તેમણે પછી પોતાના માટે ઉપયોગ કર્યાે હતો.SS1MS