Western Times News

Gujarati News

વડોદરાના ગાયકવાડ પરિવારની અદ્ભૂત કારની ઘરવાપસી

અમદાવાદ, ૪૦ના દાયકામાં અને આજના સમયમાં પણ જ્યારે આ સૌથી ખાસ લાગતી -૧૯૪૮ બેંટલે માર્ક ફૈં ડ્રોપ હેડ કપ રસ્તા પર ઉતરે તો સૌ કોઈ તેને આંખો પટપટાવ્યા વગર જતો રહી જાય છે. લગભગ ૬૦ દાયકા પછી આ કાર ઘરે પરત ફરી છે.

૧૯૬૦માં શાહી પરિવારે આ કાર સાથેનો સંપર્ક ગુમાવ્યા પછી ગુરુવારે મોંઘી અને ખાસ રીતે ડિઝાઈન કરાવવામાં આવેલી બેંટલી કાર ગુરુવારે લક્ષ્મી વિલાસ પેલેસ પરત ફરી હતી. ૧૯૬૦માં આ કાર દેશની બહાર નીકળી ગયા પછી તેની સાથેનો શાહી પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો.

મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે આ કારોની મહારાણીને ખાસ બરોડા સ્ટેટના શાંતિદેવી ગાયકવાડ માટે ૧૯૪૦માં ડિઝાઈન કરાવી હતી. દુનિયાની સૌથી મોંઘી કારમાંથી તે એક છે, હાલ આ કાર ગુરગ્રામમાં છે અને તે દુનિયાભરમાં ચાલી રહેલી વિન્ટેજ કારની રેલીમાં જાેડાયેલી છે.

બેંટલી ત્રણ દિવસના ૨૧ ગન સેલ્યુટ કોન્કર્સ ડી’એલીગન્સ ૨૦૨૩માં ભાગ લેવા માટે વડોદરા પહોંચી છે, આ એક વિનેટજ કાર શો છે જેને શાહી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવશે, જેમાં ૨૦૦થી વધારે વિન્ટેજ મૉડલ ૬થી ૮ જાન્યુઆરી ૨૦૨૩માં લક્ષ્મી વિલાસ પેલેસ લોનમાં પ્રદર્શિત કરવામાં આવશે.

આ અંગે શાહી પરિવારના રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું છે કે, વડોદરાના રાણી માટે ડિઝાન કરવામાં આવેલી સુંદર કાર જાેવા માટે હું ઘણી જ ઉત્સુક છું, જે આકર્ષક અને સ્ટાઈલિશ છે. મને એવું લાગે છે કે હું અતીતમાં પાછી જઈ રહી છું ૅશાહી પરિવારના વશંજ સમરજીતસિંહ ગાયકવાડ કેશિનો વેલવેટ રેડ કાર તેમના દાદા મહારાજા પ્રતાપસિંહરાવ ચલાવતા હતા કે જેઓ વડોદરા સ્ટેટના અંતિમ શાસક હતા અને તેમની આ કિંમત કાર છે.

જ્યારે પ્રતાપસિંહરાવે આ કાર માટે ઓર્ડર કર્યો હતો તો એ સમયની આ સૌથી મોંઘી કાર બેંટલી હતી. એલ્યુમીનિયમ-બોડી બેંટલે માર્ક VIનું ઈન્ટિરિયર એકદમ નરમ હતું, જેમાં શુદ્ધ સોનાથી બનેલી લાઈનો તેને વધુ આકર્ષક બનાવતું હતું. ૨૧ ગન સેલ્યુટ હેરિટેજ અને કલ્ચર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ વાત કરીને જણાવ્યું કે, “આ ચાર સીટવાળી બેંટલીને મહારાજાએ ‘વોલ્ટ ડિઝની’ શ્રેણી હેઠળ ખરીદી હતી, જેનો મતલબ હતો કે આ કારની ડિઝાઈન તિજાેરીમાં મૂકવામાં આવી છે અને તેને ફરી ક્યારેય ઉપયોગમાં લેવામાં આવશે નહીં.

કોઈ અન્ય બેંટલે પાસે આ ડિઝાઈન નથી. આ ટ્રસ્ટ કારની માલિકી ધરાવે છે કે જેના દ્વારા ૨૦૧૫માં કારને ભારતમાં પરત લાવવામાં આવી હતી. ટ્રસ્ટે આ કાર પરત મેળવી તે પહેલા તે અમેરિકા અને સ્પેનમાં અલગ-અલગ માલિકો પાસે રહી રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.