Western Times News

Gujarati News

આંગડીયાના કર્મીની આંખમાં મરચું નાખી ચપ્પુની અણીએ રૂ.૪પ લાખની લૂંટ

ભરૂચ અને અંકલેશ્વર રોડ પર ભૂત મામાની ડેરી પાસે બનેલી સનસનાટી ભરી ઘટના

સુરત, અંકલેશ્વરની આંગડીયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી ૪પ લાખ રોકડા લઈ એકટીવા પર અંકલેશ્વર જઈ રહયો હતો. તે દરમ્યાન ભુતમામાની ડેરી પાસે એક બાઈક પર આવેલાં ર જણા ચપ્પુની અણીએ આંગડીયા કર્મચારીને રોકી તેની આંખમાં મરચાથી ભુકી નાંખી ૪પ લાખની લુંટ કરીી આંખના પલકારામાં રફુચકકર થઈ ગયાં હતાં. A worker of Angadiya was robbed of Rs. 45 lakh by throwing chillies in his eyes

બનાવની જાણ થતાં અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ તુરંત એકશનમાં આવી ચારે તરફ નાકાબંધી કરાવડાવી લુંટારૂઓને શોધવાની કવાયત શરૂ કરી છે.

ભરૂચ અંકલેશ્વરમાં આવેલી તેમની એકટીવા પર ભરૂચ ખાતે આંગડીયા પેઢીઓમાં લુંટ કરતી ટોળકી પુનઃ સક્રીય થઈ હોય તેમ લાગી રહયું છે. આજના બનાવની વિગતો એવવી છે કે અંકલેશ્વરની મહેન્દ્ર સોમા આંગડીયા પેઢીમાં ફરજ બજાવતાં ભરત પટેલ તેમની એકટીવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર ગયા હતાં.

જયાંથી તેમણે રોકડા ૪પ લાખ લઈને તે રૂપિયા એકટીવાની ડેકીમાં મુકી અંકલેશ્વર તરફ જવા રવાના થયાં હતાં. તે દરમ્યાન તેઓ નર્મદા મૈયા બ્રીજ પસાર કરી ભુતમામાની ડેરી પાસે પહોચ્યા હતા.

ત્યાં અચાનક એક બાઈક પર ધસી આવેલા બે શખ્સોને તેને ચપ્પુની અણીએ રોકયા હતા. તે કાંઈ સમજે તે પહેલાં જ તેમની આંખોમાં મરચાની ભુકી નાંખી દઈ એકિટવાની ડેકીમાંથી ૪પ લાખ રૂપિયા લઈ ત્યાંથી પળવારમાં પલાયન થઈ ગયાં હતાં.

ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ તુરંત એકશનમાં આવી ગઈ હતી. બીજી તરફ એલસીબી અને એેસઓજીની ટીમોને પણ સતર્ક કરવાની સાથે આસપાસના અન્ય પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. અને અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકીગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. લુંટારૂઓની ભાળ મેળવવા સીસીટીવી પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.