AMAમાં આવનારી ફિલ્મ ‘લાયા બાકી’ના કલાકારો દ્રારા વર્કશોપનું આયોજન
એએમએ દ્રારા “ટીવી/સ્ટેજ/ઓટીટી માટે અભિનય અને સ્ક્રીન રાઇટીંગ” વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
એએમએ દ્રારા ૨૮ જુલાઈ, ૨૦૨૩ના રોજ એએમએ ખાતે ‘રૂપા અને આનંદ પંડિત – એએમએ સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ’ના નેજા હેઠળ “ટીવી/સ્ટેજ/ઓટીટી માટે અભિનય અને સ્ક્રીન રાઇટિંગ વર્કશોપ”નું એક આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વિપુલ શર્મા, લેખક, દિગ્દર્શક, અભિનેતાએ વર્કશોપનું સંચાલન કર્યું હતું અને અભિનય, હલનચલન, મુદ્રાઓ, અવાજ અને વાણી, લાગણી અને અભિવ્યક્તિ, સ્ક્રીન લેખન, વાર્તા-કથન, પટકથા, સંવાદ લેખન વિશે ચર્ચા કરી.
આ વર્કશોપમાં આગામી ફિલ્મ “લાયા બાકી”નાં કલાકારો સાથે એક વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૬૦ જેટલાં માસ-મીડિયા અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શ્રી અનુરાગ પ્રપન્ના, અભિનેતા, પટકથા, લેખક, સંવાદ લેખક; શ્રી ફિરોઝ ભગત, પીઢ અભિનેતા, નાટ્યકાર, દિગ્દર્શક (ગુજરાતી નાટકો); અને શ્રી રાગી જાની, પીઢ અભિનેતા સાથે વાર્તાલાપ કર્યો.