SOU:Ektanagar ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને મ્યુઝિયમ બનાવાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બજેટમાં 565 કરોડની ફાળવણી કરાઈ
પ્રવાસીઓ Statue Of Unityને વિદેશી પ્રવાસન સ્થળ તરીકે સરખાવે છે અને અહિં ઘણી જરૂરિયાતો પૂર્ણ થઈ છે
નર્મદા, ગુજરાત સરકારે બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ માટે ૫૬૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે..ત્યારે આ માતબર રકમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે..
પ્રવાસીઓ SOUને વિદેશી પ્રવાસન સ્થળ તરીકે તો સરખાવે છે અને અહિં પ્રવાસીઓની ઘણી બધી જરૂરિયાતો પૂર્ણ થઈ છે.તેમ માને છે છતાં પણ આ બજેટમાં ફાળવાયેલા નાણાં દ્વારા અહીં વધુ પડતાં છાયડા માટેના શેડ બનાવવામાં આવે તથા ઇ વ્હીલ ચેર વધારવામાં આવે. A world-class drive-in safari and museum will be built at Ektanagar
આ સાથે જ પીવાના પાણીની સુવિધા વધે બેઠક વ્યવસ્થા વધે, અને એન્ટ્રી ફીમાં પન પણ ઘટાડો થાય તેમ પ્રવાસીઓ ઈચ્છી રહ્યા છે. સાથે સાથે સ્કૂલના પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓ માટે પણ કન્સેશન હોવું જાેઈએ.જાેકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં જ ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યુ છે. પણ તે ખૂબ મોંઘુ હોય છે.
The Best View Point-श्रेष्ठ दृश्यम is picture-perfect with lush green surroundings & a full view of Statue of Unity in the backdrop. Visit this place not just for the ideal group pic or selfie, but also for a memorable view of the world’s tallest statue. pic.twitter.com/j1TI25Ebcv
— Statue Of Unity (@souindia) February 14, 2023
જેમાં લોકો આ ફૂડ કોર્ટનું મોંઘું ખાવાનું ના લઈ શકતા હોવાથી લોકો માટે જમવાની વ્યવસ્થા રાહત દરે થાય તે બાબતે સરકારએ જે પૈસા ફાળવ્યા છે તેમાં વ્યવસ્થા કરવી જાેઈએ.. રહેવા માટે પણ જેમ કે દ્વારકા, શિરડી જેવા ધાર્મિક સ્થળો પર રાહત દરે રહેવા માટેની વ્યવસ્થા હોય છે તેવી રાજ્ય સરકાર અથવા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ભવનો પણ બનાવવા જાેઈએ.
Plain Tiger, Blue Tiger, Common Crow & Striped Tiger are just a few among hundreds of butterfly species you can see at Butterfly Garden in Ekta Nagar. They're seen attracted to Heliotropium Indicum, one of the 150 larval host & nectar plants cultivated at this unique garden. pic.twitter.com/EM1eP9Vlpl
— Statue Of Unity (@souindia) February 26, 2023
જ્યાં લોકો ઓછા પૈસામાં રહી શકે, સરકાર જાે આ વિસ્તારના વિકાસ માટે ૫૬૫ કરોડ ફાળવ્યા છે તેમાંથી જાે પ્રવાસીઓ માટે આવી સુવિધાઓ ઉમેરો કરે તો પ્રવાસીઓમાં વધારો થઈ શકે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે.
Twinkling lights at Glow Garden make for a cheerful display to make evenings memorable. Enjoy various light fountains & motifs that are perfect for clicking pictures. Explore this place & much more at Ektanagar. Visit soon with friends & family!! pic.twitter.com/kixKUckILb
— Statue Of Unity (@souindia) February 17, 2023
પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે.આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે.
આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.