Western Times News

Gujarati News

મજૂરી કામ કરતા યુવકે કિશોરીની છેડતી કરીઃ પોલીસે ગણતરીના કલાકમાં ઝડપ્યો

સિંગણપોર પોલીસે છેડતી કરનાર આરોપીની અટકાયત કરી લીધી

(એજન્સી)સુરત, સુરતમાં રસ્તે ચાલતી દિકરીની શારીરિક છેડતી કરનાર આરોપીને ૩૬ કલાકમાં સુરત સિંગણપોર પોલીસે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે દીકરી અને તેના પરિવારનો વિડીયો વાયરલ કરનાર સામે પણ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં રસ્તે ચાલતી સગીરાની અજાણ્યા ઇસમ દ્વારા શારીરિક છેડતી કરવામાં આવી હતી.આ ઘટનાનો વિડીયો સુરતના સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો.

૧૨મી જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટના બાદ સીંગણપોર પોલીસે ૨૪મી જાન્યુઆરીએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ આ ઘટનામાં દીકરી સને તેના પરિવારની ઓળખ છતી થાય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો કરાયો હતો.જે અંગે પણ પોલીસે પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન સગીરાની છેડતી કરનારા ઇસમની ઓળખ મેળવવા પોલીસે અલગ અલગ ટિમો બનાવી હતી.જ્યાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ ચાલતી કંસ્ટ્રક્શન સાઇટ પર આ શખ્સ મંજૂરી કામ કરતો હોવાનું માલુમ પડ્યું હતું. જે શખ્સ ઘટના બાદ રાજસ્થાન ખાતે ભાગી છૂટ્યો હતો. જેથી સીંગણપોર પોલીસે ટીમ રાજસ્થાન રવાના કરી હતી.જ્યાં રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપી સોહન શંકર નામના ઇસમને ઝડપી પાડી સુરત લઈ આવવામાં આવ્યો હતો.જે શખ્સને સુરત કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા.

આ અંગે સુરત ડીસીપી પીણાકીન પરમારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ૨૪મી જાન્યુઆરીના રોજ પોકસો એકટ ગુનો નોંધાયો હતો.૧૨મી જાન્યુઆરીના રોજ દીકરીની એક અજાણ્યા ઇસમ દ્વારા છેડતી કરવામાં આવી હતી. જેથી પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ માટે અલગ અલગ ટિમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

જ્યાં માત્ર ૩૬ કલાકમાં જ રાજસ્થાન ના બાંસવાડા ખાતેથી આરોપી સોહન શંકર નામના છેડતીખોર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. વધુમાં ડીસીપી પીણાકીન પરમારે જણાવ્યું હતું કે, ૧૨મી જાન્યુઆરીના રોજ જાગૃત નાગરિક દ્વારા અભયમને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જ્યાં પરિવારજનો જે તે સમયે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.