પેરિસ ઓલિમ્પિકની સમાપ્તિ પહેલા એક યુવક એફિલ ટાવર પર ચઢ્યો
પેરિસ, બપોરે એક વ્યક્તિ ૩૩૦-મીટર (૧,૦૮૩ ફૂટ) ઊંચા ટાવર પર ચડતો જોવા મળ્યો હતો. જો કે તે સ્પષ્ટ નથી કે તેણે પોતાનું ચઢાણ ક્યાંથી શરૂ કર્યું હતું, તે એફિલ ટાવરની બીજી બાજુના વ્યુઇંગ ડેકની ઉપર, શણગાર માટે સ્થાપિત ઓલિમ્પિક રિંગ્સની બરાબર ઉપર જોવા મળ્યો હતો.
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ના સમાપન સમારોહ પહેલા એક યુવક એફિલ ટાવર પર ચઢ્યો હતો. જોકે પોલીસે તેને અધવચ્ચે જ પકડી લીધો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક દોરડાની મદદથી ટાવર પર ચઢી રહ્યો હતો.
પોલીસે ઉતાવળમાં એફિલ ટાવરનો આખો વિસ્તાર ખાલી કરાવ્યો હતો.સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસના અહેવાલ મુજબ, બપોરે એક વ્યક્તિ ૩૩૦ મીટર (૧,૦૮૩ ફૂટ) ઊંચા ટાવર પર ચડતો જોવા મળ્યો હતો. જો કે તે સ્પષ્ટ નથી કે તેણે તેનું ચઢાણ ક્યાંથી શરૂ કર્યું હતું,
તે એફિલ ટાવરની બીજી બાજુના વ્યુઇંગ ડેકની ઉપર, શણગાર માટે સ્થાપિત ઓલિમ્પિક રિંગ્સની બરાબર ઉપર જોવા મળ્યો હતો.પોલીસે બપોરે ૩ વાગ્યાની આસપાસ વિસ્તારમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. બીજા માળે બંધાયેલા કેટલાક લોકોને લગભગ ૩૦ મિનિટ પછી બહાર આવવા દેવામાં આવ્યા હતા.
એફિલ ટાવર ઉદ્ઘાટન સમારોહનું મુખ્ય આકર્ષણ હતું, જેમાં સેલિન ડીયોને સંગીત વગાડ્યું હતું. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે ઓલિમ્પિક સ્પર્ધા સમાપ્ત થઈ રહી હતી અને પેરિસ અને તેની બહારની સુરક્ષા સેવાઓનું સંપૂર્ણ ધ્યાન સમાપન સમારોહ પર કેન્દ્રિત હતું.
રવિવારે પેરિસની આસપાસ ૩૦,૦૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ળાન્સના મંત્રી ગેરાલ્ડ ડારમાનિને જણાવ્યું હતું કે ઓલિમ્પિકના અંતિમ દિવસે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્ટેડ ડી ળાન્સની આસપાસ લગભગ ૩,૦૦૦ પોલીસ અધિકારીઓ અને પેરિસ અને સેન્ટ-ડેનિસ ક્ષેત્રમાં ૨૦,૦૦૦ પોલીસ સૈનિકો અને અન્ય સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે .SS1MS