IIMમાં MBAના બીજા વર્ષના અભ્યાસ કરતા યુવાને કરી આત્મહત્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/IIM-1024x576.webp)
અમદાવાદ, અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૪ વર્ષીય વિદ્યાર્થીએ નવા હોસ્ટેલ કેમ્પસમાં તેના રૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. મૃતક યુવક તેલંગાણાનો વતની હતો.
આત્મહત્યા અંગે હજુ સુધી પોલીસનો કોઇ નક્કર કારણ મળી શક્યું નથી. ત્યારે પોલીસે મૃતકના લેપટોપ અને મોબાઇલ ફોનને તપાસ માટે લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત, તેના મિત્રોની પણ પુછપરછ કરવામાં આવશે. અમદાવાદ સ્થિત આઇઆઇએમના નવા હોસ્ટલે કેમ્પસમાં રહેતા અને એમબીએના કોર્ષમાં અભ્યાસ કરતા ૨૪ વર્ષીય અક્ષિત હેંમત ભુખિયા નામનો ગુરૂવારે બપોરના સમયે તેના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ તેને નીચે ઉતારીને તાત્કાલિક ૧૦૮ પર જાણ કરી હતી.
૧૦૮ ઇમરજન્સીના સ્ટાફે તેને મૃત જાહેર કર્યાે હતો.આ બનાવની જાણ થતા હોસ્ટેલના રેક્ટર અને અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક અક્ષિત ભુખિયા તેલંગાણાનો રહેવાસી હતો અને એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
સવારથી તેની વર્તણૂંક સામાન્ય હતી. જેથી અચાનક શા માટે આત્મહત્યા કરી? તેને લઇને અન્ય સાથી વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા. આ અંગે પોલીસે અંક્ષિતના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ હતી. જો કે કોઇ સુસાઇડ નોટ મળી આવી નહોતી.SS1MS