Western Times News

Gujarati News

ક્રિકેટ મેચના સટ્ટામાં સવા ત્રણ લાખ હારી જતા યુવાને ઝેર પીધું

વડોદરા, ક્રિકેટ મેચના સટ્ટામાં સવા ત્રણ લાખ રૂપિયા હારી ગયેલા વડોદરા જિલ્લાના પાદરાના યુવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. મિત્રના રવાડે IPL ક્રિકેટનો સટ્ટો રમવાની શરૂઆત કરનાર યુવાને સટ્ટો રમવા માટે નાણાં પણ મિત્રની પાસેથી લીધા હતા. A young man drank poison while losing three and a half lakhs in betting on a cricket match

નાણાં હારી જતાં મિત્રએ ઉઘરાણી શરૂ કરતા આખરે યુવાને આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પાદરામાં રહેતો દિલીપ અરવિંદભાઈ પટેલ (ઉ.૪૦) ખાનગી કંપનીમાં નોકરી કરે છે પત્ની બે સંતાનો અને માતા અને પિતા સાથે રહે છે. ર૦ર૧માં આઈપીએલ ક્રિકેટ મેચ શરૂ થઈ હતી જેમાં મિત્ર ભાવિન જાેષીએ ક્રિકેટ ઉપર સટ્ટો રમવા માટે દિલીપને જણાવ્યું હતું. દિલીપે સટ્ટો રમવાની શરૂઆત કરી હતી. વર્ષ ર૦રરમાં ચાલુ રાખ્યું હતું.

ક્રિકેટ મેચ બંધ થયા બાદ ભાવિને હિસાબ કર્યો હતો જેમાં દિલીપને મિત્ર ભાવિનને રૂા.૩.રપ લાખ ચુકવવાના હતા. દિલીપે તે સમયે મિત્રોને જણાવ્યું કે, મારી પાસે બે ક્રેડિટ કાર્ડ છે તેમાંથી કેશ કરાવી લે. ભાવિને ક્રેડિટ કાર્ડની રૂપિયા ૧.૧૩ લાખ ઉપાડી લીધા હતા. બાકીના રૂપિયા બે લાખ માટે અવારનવાર ઉઘરાણી કરી હતી

ત્યારે દિલીપે મિત્ર ભાવિનને જણાવ્યું હતું કે, બાકીના બે લાખ ધીરે ધીરે ચુકવી આપીશ. ભાવિનને નાણાંની જરૂર હોઈ દિલીપ પાસે ઉઘરાણી કરી હતી. બે દિવસ પહેલાં ભાવિને મિત્ર દિલીપ પાસે કડક ઉઘરાણી કરી હતી. દિલીપ પટેલ તાત્કાલિક બે લાખ આપી શકે તેમ ન હોઈ તેને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

દવા પી લેતા બેભાન થઈ ગયેલા દીલીપ પટેલને તુરત જ ગોત્રી હોસ્પિટલમાં લાવવમાં આવ્યો હતો પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.