ઉજ્જડ જમીનમાં કીવીની ખેતી કરી લાખોની કમાણી કરે છે યુવક
નવી દિલ્હી, વર્તમાન સમયે ખેતી સેક્ટર ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ આજના યુવાનોને ખેતી કરવામાં વધુ રસ ન હોવાનું જણાઈ આવે છે. અલબત્ત, કેટલાક યુવાનો એવા પણ છે, જેમણે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ લાખો રૂપિયાનો પગાર મળવા છતાં ખેતીમાં ઝંપલાવ્યું છે. આવો જ એક યુવાન હિમાચલનો છે.
જેનું નામ મનદીપ છે. તેણે એમબીએનો અભ્યાસ પૂરો કર્યા બાદ મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પાંચ વર્ષ સુધી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કર્યા બાદ મનદીપે પરિવાર સાથે પોતાના વતન સોલન આવવાનો ર્નિણય કર્યો હતો. સોલન આવીને મનદીપે પડતર જમીનમાં ખેતી કરવાનું વિચાર્યું હતું.
જાેકે, તે અન્ય ખેડૂતોની જેમ પરંપરાગત નહીં, પણ કંઈક અલગ રીતે જ ખેતી કરવા માંગતો હતો. જેથી તેણે હાર્ટીકલ્ચર ખેતી તરફ વળવાનું વિચાર્યું હતું. ખેતી અંગે ઊંડાણથી જાણકારી મેળવી- આ માટે પહેલાં તો મનદીપે તેના વિસ્તારની ઋતુ અને હવામાન કેવું હોય છે? તે અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ તે ખેતી અંગે વધુ જાણકારી મેળવવા માટે યુનિવર્સિટીના પ્રોફેસરને મળ્યો હતો. આટલું કર્યા બાદ તેણે કીવીની ખેતી કરવાનો ર્નિણય લીધો હતો.
મનદીપએ કીવીની ખેતી અંગે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે અનેક પુસ્તકો વાંચ્યા હતા. તેણે પોતાનો મોટાભાગનો સમય લાઇબ્રેરીમાં વિતાવ્યો હતો. તેણે યુનિવર્સિટીના પ્રોફેસર સાથે ખેતી અંગે ચર્ચા પણ કરી હતી. આ બધું કર્યા બાદ તે કીવીની ખેતીમાં આગળ વધ્યો હતો. મનદીપે ૨૦૧૪માં સોલનના બાગાયત વિભાગ સાથે વાત કર્યા બાદ ૧૪ વીઘા જમીન પર કિવી ગાર્ડન બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
આ ગાર્ડનમાં તેણે કીવીની અદ્યતન જાતોનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ કીવીમાંથી આવક મેળવવાનો સમય હતો. ૨૦૧૭માં તેણે કિવીની સપ્લાય માટે વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ લેવાનું શરૂ કર્યું હતું. આ વેબસાઈટ પર ખરીદનારને જે તે ફળ ક્યારે તોડવામાં આવ્યું હતું? ક્યારે ડબ્બામાં પેક કરાયું? તે સહિતની જાણકારી આપવામાં આવતી હતી. તેનો કારોબાર ધીમે ધીમે ફેલાવવા લાગ્યો હતો.
તેને હૈદરાબાદ, બેંગલુરુ, દિલ્લી, ઉતરાખંડ, પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાંથી કીવીના ઓર્ડર મળ્યા હતા. અહીં ઉલ્લેખની છે કે, વર્તમાન સમયે મનદીપ કીવી ફળની ખેતી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી કરે છે. તેઓ પોતે જ ખાતર અને બાયોફર્ટિલાઇઝર તૈયાર કરે છે. જેથી તેમની કીવીને ભાવ પણ ખૂબ જ સારો મળે છે અને લાખોની કમાણી થઈ રહી છે. આ રીતે પોતાના બાગથી મનદીપ વર્ષે ૪૦ લાખ સુધીની કમાણી કરી રહ્યા છે.SS1MS