Western Times News

Gujarati News

ગોધરાના યુવાનને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ગોધરા. ગોધરાના એક તસવીર કારે ફોટોગ્રાફ ના શોખ ને લઈ એક નવો રેકોર્ડ બનાવી નાખ્યો છે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લા નું નામ રોશન કર્યું છે. ગોધરામાં બામરોલી માર્ગ પરની અંકુર સોસાયટીના વિવેક ગોપાલભાઈ શાહ બી.એસ.સી અભ્યાસ કરેલ યુવાને ફોટોગ્રાફિની દુનિયામાં પોતાનું એક અલગ સ્થાન મેળવ્યું છે.આ યુવાને ૧૫ મિનિટમાં પોતાના કેમેરા વડે સૂર્યાસ્ત (સનસેટ)ના ૧૦૦ ફોટા પાડીને ઇન્ટરનેશનલ ઓફ રેકોર્ડ્‌સમાં સ્થાન બનાવીને એક અલગ રેકોર્ડ્‌સ બનાવ્યો છે.

વિવેક શાહે પોતાના મકાન ઉપરથી સદંતર મગજ અને ટાઈમિંગ નું આયોજન કરીને એક અલગ રીતે ફોટોગ્રાફી કરેલ હતી ૧૫ મિનિટમાં ફોટોગ્રાફિકની કામગીરી પૂર્ણ કરીને તેમને આ અદભુત અને નયનમય તસવીરો ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્‌સમાં તસવીરો મોકલી હતી ત્યાં આ યુવાનને પ્રથમ રેકોર્ડ્‌સ ને અંતર્ગત જાહેર કરવામાં આવેલ હતો. આ યુવાન ને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયો.

વિવેક શાહે વધુમાં જણાવ્યું હતું કે ફોટોગ્રાફી એ માત્ર એક કેમેરા વડે ક્લિક કરી લેવું એટલું સરળ નથી તેના માટે કેમેરાને ગોઠવવા આજુબાજુના આવતા પ્રકાશનું સેટિંગ એક કરતા વધુ પોઝ શોધવા વિગેરે જેવી ચેલેન્જ સાથે સફળ ફોટોગ્રાફ બની શકાય છે.આ યુવાનની આ સિદ્ધિતી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્‌સમાં સ્થાન પ્રાપ્ત કરીને ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લાનું નામ રોશન કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.