કઝાકિસ્તાનના રિયલ લાઈફ હીરોની ચારે બાજુ ચર્ચા: બાળકીને 100 ફૂટથી પડતાં બચાવી

ત્રણ વર્ષની બાળકીને યુવકે ૧૦૦ ફૂટ ઉપરથી પડતા બચાવી લીધી- કઝાકિસ્તાનમાં યુવક બારીમાંથી લટકતી બાળકીને નીચેની વિન્ડોથી બહાર આવીને બચાવતો વીડિયો વાયરલ
KAZAKHSTAN: Hero Sabit Shontakbaev was walking with a friend when he saw a toddler holding on for her life from a window on the 8th floor of a building. Immediately Sabit rushed into the building and ran up, getting access to the apartment below, and rescued the child. pic.twitter.com/pJFlA1kv1Q
— Apex World News (@apexworldnews) May 16, 2022
નૂરસુલતાન, જીવનમાં ક્યારે શું થઇ જાય એ કોને ખબર? પણ ઘણા લોકો છે જે પોતાની બહાદુરીથી ગમે તેવી મુશ્કેલીઓનુ સમાધાન શોધીને જ રહે છે, આપણે ફિલ્મોમાં તો સ્ટંટ કરતા હિરો જાેયા છે, જે પોતાની બહાદુરી દર્શાવતા હોય છે, પણ આ હિરો સેફ્ટી બેલ્ટ સાથે સ્ટંટ કરતા હોય છે, પરંતુ હાલ એક રિઅલ લાઇફના હિરોની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે. A young man from Kazakhstan rescued a three-year-old girl from falling 100 feet
કઝાકિસ્તાનમાં ત્રણ વર્ષની બાળકી ૧૦૦ ફૂટની ઊંચાઈએથી જમીન પડતા પડતા બચી ગઇ, આ ઘટના બુધવારે કઝાકિસ્તાનની રાજધાની નૂર-સુલ્તાનમાં બની હતી જ્યારે બાળકીની માતા ખરીદી કરવા બહાર ગયા હતા, આ બાળકી કુશન અને રમકડાંની મદદથી રમતા રમતા બારીમાંથી બહાર નીકળી હતી. આ બાળકી બારીમાંથી માત્ર આંગળીઓ પર લટકતી હતી.
શોન્તાકાબાયેવ સાબિત નામનો યુવક પોતાના ઓફિસ તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેનુ ધ્યાન ભીડ અને બારીમાંથી લટકતી છોકરી તરફ ગયુ રહી હતી. બાળકી બારીમાંથી લટકતી હતી.
આ યુવકે પોતાની હિંમતથી બાળકી જે વિન્ડો પર લટકી હતી, તેની નિચેની વિન્ડોથી બહાર આવીને ૩ વર્ષની નાની બાળકીને બચાવી લે છે.,અને તેના પગ પકડીને તેને વિન્ડોની અંદર ઉભા રહેલા વ્યક્તિને થમાવી દે છે, જે તમે વીડિયોમાં પણ જાેઇ શકો છો.
કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે ૩ વર્ષની બાળકીને બચાવવા બદલ હીરો તરીકે સન્માન આપ્યું હતું અને તાત્કાલિક બચાવ દ્વારા છોકરીનો જીવ બચાવવા બદલ મેડલ પણ એનાયત કર્યો હતો. આ વિશે મંત્રાલયે કહ્યું કે, ઈમરજન્સી વિભાગ દ્વારા બે વાહનોમાં ૭ લોકોને મોકલવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે એક વ્યક્તિએ ૧૮મા માળની બારીમાંથી લટકી રહેલી બાળકીને નબચાવી લીધી છે.