Western Times News

Gujarati News

ખાડિયા વિસ્તારનો યુવાન હવે અમેરિકાની આર્મીમાં ફરજ નિભાવશે

અમદાવાદ, ખાડિયામાં રહેતા ૨૮ વર્ષીય યુવક યશ પટેલની યુ.એસ. આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે. અમદાવાદની મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૧૨માં ધોરણ સુધી અભ્યાસ અને ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી હાંસલ કરી હતી.

ગ્રેજ્યુએશન કર્યા બાદ ૨૦૧૬માં યશ અમેરિકા ગયો અને ત્યાં બોસ્ટર્નમાં એમ.એ. પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી. આ સાથે તેણે ડિફેન્સની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. ડિફેન્સની ટ્રેનિંગ બાદ તેની યુ.એસ. આર્મીમાં પસંદગી થઈ હતી.

હાલ તે પોલીસ ઓફિસર ઓફ એમપીડી-ડીસી ઓફિસર તરીકે કાર્યરત થશે. આ અંગે ખાડિયા વિસ્તારમાં ખુશીના માહોલ છે સાથે યશ પટેલનાં ઘરે તેનાં દાદા-દાદી પણ ઉત્સાહિત છે. તેમનાં કહેવા પ્રમાણે યશ પટેલે યુએમ આર્મી જાેઈન કરશે, એવું તેમને ક્યારેય લાગ્યું નહોતું.

વધુમાં તેમણે જણાવ્યું કે નાનપણમાં તે ખૂબ જ તોફાની હતો અને હવે જ્યારે તે પગભર થઈને યુએસ આર્મી જાેઈન કરશે તે અમારી માટે ગૌરવની સાથે આશ્વર્યની વાત પણ છે. યશ હિંમતવાન છે અને તે દરેક ર્નિણયો ખૂબ જ સારી રીતે લઈ શકશે. ખાડિયાનો યુવક યુએમ આર્મી ઓફિસર બનશે. અમદાવાદ મહાલક્ષ્મીની પોળમાં રહેતા યશ અનિષ પટેલની સિદ્ધિથી પરિવાર ખૂબ જ ખુશ છે.

યશના પિતા અનિષ પટેલના જણાવ્યા પ્રમાણે યશને પહેલાથી જ પારંપરિક નોકરી કરવાના બદલે કંઈક વિશેષ કરવાની ઈચ્છા હતી. એકના એક દીકરાને સાત વર્ષ પહેલા અમેરિકા અભ્યાસ માટે મોકલ્યો હતો.

તેનો સ્વભાવ કોઈના પર બોજ બનવા કરતાં પોતાના પગભર ઉભા રહેવાનો હતો તે પ્રમાણે તેણે કરી બતાવ્યું અને ૨૪મી માર્ચના રોજ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયાના લૉ એન્ફોર્સમેન્ટ પોલીસ ઓફિસર તરીકેની તેની પસંદગી થઈ હતી. દરેક ભારતીય યશની કારકિર્દીમાંથી પ્રેરણા લેશે.

યશની યુએસ આર્મીમાં લો એન્ફોર્સમેન્ટ પોલીસ ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી છે. યશની માતા ઉમા પટેલના જણાવ્યા પ્રમાણે યશે ફુટબોલ ખૂબ જ પસંદ છે, છઠ્ઠા ધોરણથી ગ્રેજ્યુએશન સુધી તે નિયમિત ફૂટબોલ રમતો હતો જેને લઈને અમને થતું કે માત્ર સ્પોર્ટસને પસંદગીથી તે જીવન કેવી રીતે બનાવશે પરંતુ આજે મારો દીકરો દરેક ભારતીય માટે પ્રેરણા બન્યો છે જેને કારણે અમે હવે નિશ્ચિંત છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.