રતનપુર કાંટડી ગામના એક યુવાને પક્ષીઓના રક્ષણ માટે અનોખું અભિયાન હાથ ધર્યું

(પ્રતિનિધિ)ગોધરા, પચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર(કાં)ગામના એક યુવાને ઉત્તરાયણ પર્વ તેમજ વાસી ઉતરાયણ નિમિત્તે ગ્રામજનોને અપીલ કરી હતી કે ખરાબ દોરી હોય ગુચડા હોય છૂટી દોરી હોય આમતેમ પડેલ હોય, ઝાડ પર હોય ધાબા ઉપર હોય તેમજ રસ્તા ઉપર પડેલ હોય તેને વીણીને બધી ભેગી કરીને આપી જાવ અને કિલોના રૂપિયા ૭૦ લઈ જાઓ ની અપિલ કરી હતી.
રતનપુર ગામના પરેશભાઈ સુથારે પક્ષીઓને દોરીઓ થી ઈજા ન પહોંચે તે માટે બાળકો અને યુવાનો પાસે ૧૨ કિલો જેટલી દોરીઓ વહેચા થી લહીને નાશ કર્યો હતો. પરેશભાઈ નો મુખ્ય હેતુ એ હતો કે ઉતરાયણ ગયા પછી દોરીઓ આમ તેમ રસ્તાઓ ઉપર તેમજ અનેક જગ્યાઓ પર પડી રહેલ હોય આ દોરી પશુ પંક્ષીઓને ઘાતક ન નીવડે એ માટે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું.. તેમજ આ વિસ્તારમાં રહેતા સત્ય મેવ જયતે ગ્રુપના ૨૪૦ વધુ સભ્યોએ લોકોને વિનંતી કરી હતી કે તમે ગમે તે જગ્યાએ ઉત્તરાયણ પર્વ મનાવતાં હોય ત્યાં આવી દોરીઓ નો નાશ કરજાે તેમજ દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ધાબુ સાફ કરીને નીચે ઉતરજાે કારણ કે વહેલી સવારે પક્ષીઓ ઘરનાં ઘાબા ઉપર આવીને બેસે છે ત્યારે પંક્ષીઓ આ ઘાતક દોરીથી ફસાઈ ન જાય તે માટે બચાવ કાર્યનુ અભિયાન શરૂ કર્યું હતું. દોરીઓ આપનાર બાળકો અને યુવાનો પણ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.