35 વર્ષે પાપનો ઘડો ફૂટયોઃ યુવાનીમાં હત્યા કરી ગોવા ભાગી ગયેલો આરોપી ઝડપાયો

નામમાં રહેલી સામાન્ય ભુલના કારણે પોલીસ પકડથી દૂર રહ્યો, કર્ણાટકમાં 3 ધક્કા ખાધા બાદ ગોવાથી પકડવામાં પોલીસને સફળતા
હત્યા માટે મિત્રએ ૧પ હજાર નક્કી કર્યા હતા: હત્યારા માટે ૧૦ હજાર ઈનામ જાહેર કરાયું હતું
રાજકોટ, લોધિકાના પારડી ગામ પાસે તામીલનાડુના યુવાનની ૩પ વર્ષ પહેલા હત્યા નિપજાવવાના ગુનામાં સંડોવાયેલા અને ફરાર થઈ ગયેલા હત્યારાને રૂરલ એલસીબીના સ્ટાફે ગોવાથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. A young man from Tamil Nadu was murdered 35 years ago near Pardi village in Lodhika.
રાજકોટની ભાગોળે આવેલ પારડી ગામે શીતળા માતાના મંદિર નજીક 35 વર્ષ પૂર્વે 1990માં બનેલા હત્યાના બનાવમાં છેલ્લા 35 વર્ષથી વોન્ટેડ મૂળ કર્નાટકના શખ્સની રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોવાથી ધરપકડ કરી. જીલ્લાના સૌથી વધુ સમયથી વોન્ટેડ શખ્સને પકડવામાં સફળતા મેળવી છે.
મિત્રની પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની છરીના ઘા ઝીંકી હત્યાના બનાવમાં મુખ્ય આરોપીની જે-તે વખતે ધરપકડ થઇ ગયાં બાદ સહ આરોપી ફરાર થઇ ગયો હતો અને પરિવાર સાથે કર્નાટકમાં રહેવાની બદલે ગોવામાં એક મહિલા સાથે લગ્ન કરી ત્યાં જ રહેતો હતો.બનાવ વખતે આરોપીના નામમાં ભૂલ હોવાના કારણે તે 35 વર્ષથી પોલીસ પકડ થી દુર રહ્યો. અંતે રાજકોટ રૂૂરલ એલસીબી ટીમે તેને ઝડપી પાડ્યો છે.
રાજકોટ નજીક લોધિકા તાલુકાના પારડી ગામે તા.15/07/1990 ના રોજ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં પારડીના કાનજીભાઇ સામજીભાઇ ભુવાએ લોધીકા પોલીસ સ્ટેશનમાં હત્યાની જાણ કરી હતી.
પારડી ગામ પાસે ૧૯૯૦ની સાલમાં મૂળ તામીલનાડુના નૈનતુરઈ એકવ નાડર નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે પારડી ગામના કાનજીભાઈ શામજીભાઈ ભૂવા નામની વ્યક્તિની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક નૈનતુરઈને પીછૈયા ઉર્ફે વિજય સન્મુખવેલ નાડરની પત્ની સાથે આડાસંબંધ હોય દંપતી વચ્ચે ઝઘડા થતા હતા
અને પીછૈયા ઉર્ફે વિજય તેની પત્નીને વતનમાં મૂકી આવ્યો હતો. આ બનાવમાં પીછૈયા ઉર્ફે વિજય અને ગોંડલમાં બનેવી સાથે રહેતો પીછૈયા ઉર્ફે વિજયનો મિત્ર બસપ્પા ઉર્ફે વિજયનો મિત્ર બંનેએ હત્યા કર્યાની શંકા દૃઢ બની હતી અને બાદમાં પોલીસે પીછૈયા ઉર્ફે વિજયની ધરપકડ કરી હતી અને તેની પત્ની સાથે મૃતક નૈનતુરઈને આડાસંબંધ હોય મિત્ર બસપ્પા ઉર્ફે સુરેશ સાથે મળી હત્યા નિપજાવ્યાની કબૂલાત આપી હતી.
આથી પોલીસે કર્ણાટક પંથકના બસપ્પા ઉર્ફે સુરેશ ગીરમલા કાવડગુડની શોધખોળ શરૂ કરી હતી અને ૭૦ મુજબ વોરંટ ઈસ્યુ કર્યુ હતું અને રૂ.૧૦ હજારનું ઈનામ જાહેર કર્યુ હતું દરમિયાન એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા તથા સ્ટાફે બાતમી આધારે ગોવામાંથી ૩પ વર્ષથી હત્યાના ગુનામાં ફરાર બસપ્પા ઉર્ફે સુરેશને ઝડપી લીધો હતો.
યુવાનીમાં હત્યા કરનાર બસપ્પા ઉર્ફે સુરેશ વૃદ્ધાવસ્થામાં પકડાયો હતો અને આકરી પુછતાછ કરતા મિત્ર પીછૈયા ઉર્ફે વિજયની પત્ની સાથે મૃતક નૈનતુરઈને આડાસંબંધ હોય મારી નાખવાનું નકકી કર્યું હતું અને મિત્ર પીછૈયા ઉર્ફે વિજયે આ કામ માટે રૂ.૧પ હજાર આપવાની વાત કરી હતી
અને બાદમાં બંને મિત્રે નૈનતુરઈની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા અને બસપ્પા ઉર્ફે સુરેશ ગોવા સ્થાયી થઈ ગયો હતો અને એક યુવતી સાથે પ્રેમલગ્ન કરી રહેતો હતો. પોલીસે બસપ્પા ઉર્ફે સુરેશને લોધિકા પોલીસને હવાલે કર્યો હતો.