મેદાનમાં ક્રિકેટ મેચ જોતા જોતા અચાનક યુવક ઢળી પડ્યો

પ્રતિકાત્મક
(એજન્સી)ગોધરા, ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં હાર્ટ એટેકના કારણે દરરોજ મોતના સમાચાર સામે આવે છે. પંચમહાલ જિલ્લામાં વધુ એક યુવકનું હૃદય રોગના હુમલામાં મોત થયું છે. મોરવા હડફ તાલુકાના ખટવા ગામમાં ૩૯ વર્ષીય નરસિંહ ભાઇ કટારા નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.
ગામના મેદાનમાં યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યાં ક્રિકેટ મેચ જોતા સમયે નરસિંહભાઇ અચાનક ચક્કર આવી જતા જમીન ઉપર ઢળી પડ્યા હતા. આ યુવકને ૧૦૮ મારફતે મોરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો છે. આશાસ્પદ યુવકનું ઉત્તરાયણ પર્વે અકાળે મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાથી ક્રિકેટ રમતા યુવકો પણ સ્તબ્ધ બની ગયા હતા.