ફોન ઉપર થયેલી બોલાચાલીની અદાવતમાં યુવકનું અપહરણ કરી માર માર્યો
મહેસાણાના યુવકને કારમાં ઉઠાવી જઈ ઢોર માર મારી સામેત્રા ઉતારી દીધો-ફોન ઉપર થયેલી બોલાચાલીની અદાવત રાખી સમાધાન કરવા બોલાવી ઉઠાવી ગયા
મહેસાણા, મહેસાણાના યુવકને ફોન ઉપર થયેલી બોલાચાલીની અદાવત રાખી ચાર શખ્સોએ સમાધાન માટે પાંચોટ બાયપાસ સર્કલે બોલાવ્યા બાદ કારમાં ઉઠાવી જઈ ઢોર માર મારી સામેત્રા ઉતારી જવાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી છે.
મગુના આઠ ભાગના વતની અને
મહેસાણાના નાગલપુર ખાતે ઉમા શિવમ ફલેટમાં રહી સીજર તરીકે નોકીર કરતા ચેતનસિંહ અશોકસિંહ ઝાલા રવિવારે સાંજે સાસરીમાંથી આવતાં તેમની કાર વોશિંગ કરાવવા કટોસણ રોડ પર આવેલા સર્વિસ સ્ટેશને ગયા હતા અન્ય વાહનોપણ નંબરમાં હોઈ તેમની કારને પહેલાં વોશિંગ કરાવવા સર્વિસ સ્ટેશનના ભાગીદાર નવઘણસિંહને ફોન કરતા તેમની સાથે બોલાચાલી થઈ હતી અને તેઓ કાર લઈને મહેસાણા આવી ગયા હતા.
રાત્રે સાડા આઠેક વાગ્યે રેલનગરમાં રહેતા તેમના મિત્ર નિકુલજી ચેનાજી ઠાકોરે ફોન કરીને નવઘણસિંહ સાથે કેમ બોલાચાલી કરી હતી તેમ કહી સમાધાન માટે પાંચોટ સર્કલે બોલાવ્યા હતા.
ચેતનસિંહ તેમના મિત્ર સમીરસિંહ ચાવડાને લઈ એક્ટિવા પર ત્યાં પહોચ્યા હતા. જયાં હાજર નવઘણસિંહે કેમ મને અપશબ્દો બોલતો હતો તેમ કહી મારવાનું શૃર કરતા તેની સાથેના જાગુભા ઝાલા, હરપાલસિંહ સોલંકી અને ગોપાલસિંહ પણ મારવા લાગ્યા હતા.
નિકુલજી અને સમીરસિંહે છોડાવવાનો પ્રયાસ કરતાં આ ચારેય શખ્સોએ ચેતનસિંહને અલ્ટ્રોઝ કારમાં નાખીને પાંચોટ, નુગર થઈ મોટપ ચોકડીથી જાેટાણા તાલુકાના ગમાનપુરા લઈ ગયા હતા હરપાલસિંહ તેમની પાછળ સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા.
જયાં તું દાદા થઈ ગયો છે કહીને બે જણાએ તેમને પકડી રાખ્યા અને બે જણાએ ધોકો તથા પટ્ટાથી ઢોર માર માર્યો હતો બાદમાં અર્ધ બેભાન હાલતમાં અલ્ટ્રોઝ કારમાં બેસાડી સામેત્રા બસ સ્ટેન્ડ પાસે માંકણજ જવાના રોડ ઉપર ઉતારી નાસી ગયા હતા.
ઈજાગ્રસ્ત ચેતનસિંહે સંબંધીઓને ફોન કરતાં તેમને મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ બાબતે ચેતનસિંહે મહેસાણા તાલુકા પોલીસ મથકે જાગુભા રાજેન્દ્રસિંહ ઝાલા (મગુના), હરપાલસિંહ સોલંકી (મૂળ રહે. મગુના, હાલ રહે. મહેસાણા લકીપાર્ક), નવઘણસિંહ સોલંકી (રાજપુરા-કટોસણ), ગોપાલસિંહ (ફતેપુરા કટોસણ રોડ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.