વડોદરામાં યુવાનનો ચાઇનીઝ દોરીએ ભોગ લઈ લીધો
વડોદરા, શહેરમાં ઉત્તરાયણ પહેલા જ મોટી દુર્ઘટના થઇ છે. ચાઇનીઝ દોરીએ એક યુવાનનો જીવ લીધો છે. શહેરનાં નવાપુર વિસ્ચારનાં રબારી વાસ પાસે ૩૦ વર્ષનાં રાહુલ બાથમ નામના બાઇક સવાર યુવાનનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું છે. મૃતક યુવક દંતેશ્વરનો રહેવાસી છે.
યુવકનું મોત નીપજતા પરિવાર શોકમગ્ન બન્યો છે. આ મૃતક યુવાન નેશનલ કક્ષાનો હોકી પ્લેયર હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, દંતેશ્વર વિસ્તારમાં ભાથુજી પાર્ક ખાતે રહેતા રાહુલ બાથમ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હતા.
રવિવારે બપોરે માતાને આવું છું કહીને ઘરેથી નીકળ્યા હતા. છ વાગ્યાની આસપાસ નવાપુરા પોલીસ મથક પાસેથી બાઈક લઈને પસાર થતી વખતે પતંગના દોરાથી ગળા ઉપર ગંભીર ઇજા પહોંચી હતી. તેમનું ગળું પતંગના દોરાથી કપાઈ ગયું હતું. બનાવને પગલે ૧૦૮ દ્વારા સ્થાનિક લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જ્યા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની બાઇક પરથી તેના પરિવારને શોધી નાંખ્યો હતો. આ સમાચાર મળતાની સાથે જ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જે બાદ પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. થોડા દિવસ પહેલા કડીના ધરમપુરમાં વિદેશી પેરાગ્લાઈડરનું મોત થયું હતુ.
આ વિદેશી પેરાગ્લાઇન્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે હવામાં જ દોરી વાગી હતી. જેના લીધે પેરાશૂટ બેકાબૂ બન્યો હતો. એટલું જ નહીં, પેરાશૂટ ખૂબ જ ઝડપથી જમીન તરફ આવતાં વિદેશી નાગરિક જમીન પર પટકાયો હતો. આ વિદેશી નાગરિક સ્કૂલના કાર્યક્રમમાં આમંત્રિત હતા.
મૂળ કોરિયન નાગરિક આમંત્રણથી ગામમાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પેરાશૂટ ઉડાવતો પાયલટ નીચે પટકાયો હતો. હવામાંથી નીચે પટકાતાં ૫૦ વર્ષીય કોરિયાના વ્યક્તિનું મોત નિપજ્યું હતું.SS1MS