Western Times News

Gujarati News

કેરળથી ૭૦૦૦ કિલોમીટરની પગપાળા હજ યાત્રાએ નીકળેલો યુવાન ભરૂચમાં આવતા ઠેર ઠેર સ્વાગત

મક્કા મદીનાની ૮ મહિના અને ૨૮૦ દિવસની પગપાળા હજ યાત્રા સિંહાબએ શરૂ કરી છે : વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન,ઈરાન,ઈરાક થઈ યુવાન પહોંચશે મક્કા.
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં આજે મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશી અને જશનનો માહોલ જોવા મળ્યો હતો.એક યુવાનને વધાવવા અને તેના સ્વાગત માટે હજારોની સંખ્યામાં અંકલેશ્વરના મુસ્લિમ બંધુઓ ઉમટી પડ્યા હતા.
કેરળથી હજ પઢવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવાન ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગતમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાતા મેળા જેવો માહોલ જામ્યો હતો.મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજયાત્રા કરતા હોય છે.મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે.ત્યારે કેરળના યુવાને પદયાત્રા થકી મક્કા મદીના હજ પઢવાનું નક્કી કર્યું હતું.
સીહાબ ચોત્તુર ગત ૨ જુનાના રોજ કેરળથી નીકળી કર્ણાટક સહિતના રાજ્યમાં પસાર થઈ ગુજરાતમાં આવી પહોંચતા તેનું ઠેરઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ યુવાન આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ યુવાન અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન, પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન,ઈરાન-ઈરાક થઈ ૮ મહિના ૨૮૦ દિવસની સફર કરી ૭૦૦૦ થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે.જ્યાં હજ પઢશે.અંકલેશ્વરમાં આ યુવાનને ભવ્ય આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.આ પદ હજયાત્રીના દીદાર માટે અંકલેશ્વરના મુસ્લિમ લોકો સેંકડોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.