Western Times News

Gujarati News

પ્રેમમાં અંધ યુવાને યુવતીના ઘરને આગ ચાંપી દીધી

સુરત , અમરોલી પ્રેમમાં અંધ યુવાને યુવતીના ઘરને આગ ચાંપી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સતાધાર સોસાયટીમાં રહેતી યુવતી સાથે પ્રેમમાં પાગલ બનેલા દીપક નામના યુવકે પહેલાં યુવતીની માતાને સળગાવીને પતાવી દેવાની ધમકી આપી હતી ત્યારબાદ યુવતીની બહેનને ચપ્પુ બતાવી મારવાની ધમકી આપી અને ઘરને આગ ચાંપી સળગાવી નાખ્યું હતું.

અમરોલી સતાધાર સોસાયટી ખાતે રહેતી મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં દીપક ઉર્ફે પ્રકાશ સાસ્મલની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલાની ૨૨ વર્ષીય દીકરી રિયા (નામ બદલ્યું છે) અને દિપક વચ્ચે પ્રેમ સંબંધ હતા. દીપક રિયાને આર્થિક મદદ પણ કરતો હતો. દરમિયાન દીપક સાથે લગ્ન કરવા રિયાએ ના પાડી હતી. એટલે ઉગ્ર બનેલા દીપકે સોસાયટી માથે લીધી હતી.

ગતરોજ રાત્રે દસ વાગે રિયા અને તેની બહેન ઘરે હતી ત્યારે દીપક ઘર નીચે ઊભો રહીને રિયાને બૂમ પાડતો હતો અને ફોન કરી ફ્લેટ નીચે આધારકાર્ડ લઈને બોલાવતો હતો.

જોકે, રિયાએ તેની સાથે જવાની ના પાડતા દીપકે ફોન કરીને કહ્યું કે, જો તને તારી મા જ નથી આવવા દેતી ને તો હું તેને સળગાવીને ઉડાવી દઈશ, આવી ધમકી આપતા તે ડરી ગઇ હતી અને ફોન બંધ કરી દીધો હતો. દીપક તેના મિત્રો સાથે નીચે ઉભો હોવાથી તેમને ઘરના મુખ્ય દરવાજાને અંદરથી તાળુ મારી દીધું હતું. દીપકે દરવાજાને ખખડાવીને રિયાની નાની બહેનને ચપ્પુ બતાવી ગાળો આપી હતી.

આ લોકોને બહાર કાઢો. જો બહાર નહીં આવે તો તાળુ તોડી અંદર આવી જઈશ અને તારી બહેનનું ઘર સળગાવી દઈશ તેવી ધમકી આપી અને જતો રહ્યો હતો. સવારે રિયા, તેની માતા અને બહેન તમામ રિયાની માસીને ત્યાં હતાં હતા.

ત્યારે સતાધાર સોસાયટીમાં રહેતા પડોશીએ ફોન કરીને રિયાની બહેનને જાણ કરી હતી કે, તારૂ ઘર સળગે છે તું જલ્દી આવ. ત્યાં જઈને જોતા ઘરનો સામાન સળગતો હતો અને ઘરમાં આગ લગાડી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના લાશ્કરોએ આવીને આગ બુઝાવી હતી. બાદમાં દિપકે ફોન કરીને પ્રિયાને કહ્યું જોયુને તારા ઘરની શું હાલત કરી છે તે, હજી સાંજ પડવા દે, હું શુ કરૂ છું તે તુ જોઈ લે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. આ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.