Western Times News

Gujarati News

ડેમમાં માછલા મારવા ગયેલ યુવક પર 4 શખ્સોએ હુમલો કરી પતાવી દીધો

પ્રતિકાત્મક

ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના દરિયા ગામે ડેમમાં માછલા મારવા ગયેલ એક યુવકને અન્ય ઇસમોએ નાવડીના હલેસાથી માર મારતા આ યુવકનું ડેમના પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું.જાેકે મૃતકના ભત્રીજાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી આ હુમલો પુર્વ આયોજિત હોવાની શંકા વ્યક્ત કરતા આ બાબતે હાલ રહસ્ય સર્જાયું છે.

વિગતો અનુસાર ગત તા.૫ મીના રોજ ઝઘડિયા તાલુકાના નાનાઅણધરા ગામે રહેતો ભોપતભાઈ પ્રભાતભાઈ વસાવા નામનો યુવક રાતના દસ વાગ્યાના સમયે તેના કાકા ભરતભાઈ સેવણીયા વસાવા રહે.ગામ નાનાઅણધરા તેમજ અન્ય બે ઇસમો સાથે દરિયા ગામ નજીક આવેલ ડેમમાં માછલા મારવા ગયા હતા.

આ લોકો ટાયરની ટ્યુબની મદદથી પાણીમાં માછલી પકડવાની કામગીરી કરતા હતા.ત્યારે રાતના અઢી વાગ્યાના સમયે એક નાવડી લઈને ચાર ઈસમો આવ્યા હતા.તે લોકોએ ટોર્ચનો પ્રકાશ નાંખતા તેઓ દરિયા ગામના નવીન વસાવા, પિંકલ વસાવા, પન્કેશ વસાવા તેમજ અન્ય એક સગીર વયનો છોકરો હોવાની જાણ થઇ હતી.

નાવડીમાં આવેલ આ ચાર ઇસમો પૈકી નવીન વસાવા ભરતભાઈને નાવડી ચલાવવાના હલેસાથી માર મારવા લાગ્યો હતો.જેથી ભરતભાઈ ડેમના પાણીમાં પડી ગયા હતા.તે દરમિયાન ભરતભાઇએ નાવડી પકડી રાખી હતી.ત્યારે નવીને કહ્યું હતું કે આને મારો ભલે મરી જાય.આ ઘટના બાદ ભરતભાઇને શોધવા છતાં ભાળ મળી નહતી.

આ બાબતે ઝઘડિયા પોલીસમાં લખાયેલ ફરિયાદમાં જણાવાયું હતું કે અણધરા ગામના લોકો દરિયા ગામના ડેમમાં માછલા પકડવા જાયતો મહેશ માનસિંગ વસાવા નામનો ઇસમ તેના માણસો દ્વારા તેમને માર મરાવતો હતો. દરમિયાન આજરોજ ડેમમાંથી ડુબી ગયેલ ભરતભાઈનો મૃતદેહ મળ્યો હતો.

આ ઘટનાને લઇને મૃતકના ભત્રીજા ભોપતભાઈ પ્રભાતભાઈ વસાવા રહે.નાનાઅણધરા તા.ઝઘડિયાને ભરતભાઈ પર થયેલ હુમલાને પુર્વઆયોજિત ગણાવીને નવીન બાબુભાઈ વસાવા,પિન્કલ પ્રવિણ વસાવા, પન્કેશ છના વસાવા,મહેશ માનસિંગ વસાવા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર તમામ રહે.ગામ દરિયા તા.ઝઘડિયા જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.