પોલ્ટ્રીફાર્મ પર ફરજ બજાવતા યુવાનનું હાર્ટએટેકથી મોત

પ્રતિકાત્મક
વડોદરા, વિશ્વભરમાં ર૯મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. વર્તમાન સંજાેગોમાં હાર્ટ એટેકનો ભોગ યુવાનો વધુ બની રહ્યા હોવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે વડોદરાના વાઘોડિયા તાલુકામાં એક પોલ્ટ્રીફાર્મ પર ફરજ બજાવતો એક ચોવીસ વર્ષનો યુવાન હાર્ટ એટેકનો ભોગ બન્યો છે,
આણંદ જિલ્લાના બોરસદનો મૂળ રહેવાસી યુવાન તેના પરિવારની સાથે છેલ્લા આઠ મહિનાથી પોલ્ટ્રીફાર્મની સારસંભાળ રાખતો હતો જે બુધવારે હાર્ટ એટેકનો શિકાર બન્યો હતો.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મઢેલી ગામ ખાતે પોલ્ટ્રીફાર્મ આવેલું છે આ પોલ્ટ્રી ફાર્મમાં મૂળ બોરસદ મૂળ વતની વિય ઉર્ફે યોગેશ હર્ષદભાઈ રાઠોડ (ઉ.ર૪) તેની પત્ની જયોત્સનાબેન તેમજ એક વર્ષની બાળકી દીક્ષા સાથે છેલ્લા આઠ મહિનાથી પોલ્ટ્રીફાર્મમાં રહેતો હતો
અને આ ફાર્મની દેખભાળ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, વિજય ઉર્ફે યોગેશ રાઠોડ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો તે પોતાના માતા-પિતાથી દૂર વાઘોડિયા તાલુકાના મઢેલી ગામ ખાતે આવેલ પોલ્ટ્રી ફાર્મમાં રહેતો હતો.
બુધવારે સવારે વિજય ઉર્ફે યોગેશ રાબેતા મુજબ પોલ્ટ્રીફાર્મની અંદર કામ કીર રહ્યો હતો તે દરમીયાન એકાએક તેને ચક્કર આવતા અને ગભરામણ થતા નીચે પડી ગયો હતો.
પતિ વિજય ઉર્ફે યોગેશને નીચે પડી જતા જાેઈને પત્ની તેમજ પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા અને તેને તુરંત જ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જાેકે ટૂંકી સારવાર દરમિયાન વિજય ઉર્ફે યોગેશનું મોત નીપજયું હતું.