Western Times News

Gujarati News

ઉઘરાણી કરનારે લાફો મારતા યુવકની આંખ ફૂટી ગઈ

અમદાવાદ, શહેરમાં લોન અને ક્રેડિટ કાર્ડની રિકવરી કરનાર એજન્ટો બેફામ બન્યા છે. અનેક એવા કિસ્સામાં ક્રેડિટ કાર્ડ કે લોન ન લીધી હોવા છતાં જે તે વ્યક્તિ પાસે ઉઘરાણી કરીને એજન્ટો ગુનાને અંજામ આપી રહ્યા છે.

તેવામાં આનંદનગરમાં વિચિત્ર કિસ્સો બનવા પામ્યો છે. ચશ્માની દુકાનમાં નોકરી કરતા યુવકે ક્રેડિટ કાર્ડ ન લીધું હોવા છતાં તેને રિકવરી એજન્ટે ફોન કર્યાે હતો. એજન્ટે ઉઘરાણી કરતા યુવકે કાર્ડ ન લીધું હોવાનું જણાવતા રિકવરી એજન્ટે દાદાગીરી કરી હતી.

રિકવરી એજન્ટ આ યુવકના નોકરી સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તેણે ગાળાગાળી કરીને પૈસા માગીને તેને લાફો ઝીંકી દીધો હતો. યુવકને લાફો પડતા ચશ્માની ળેમ આંખમાં વાગી જતા દેખાતું બંધ થઇ ગયું હતું. જેથી તેણે ડોક્ટરને બતાવતા આંખની કીકીની બાજુમાં પડદો ફાટી ગયો હોવાનું ડોક્ટરે જણાવીને ઓપરેશન કરાવીને છ ટાંકા લીધા હતા.

આ મામલે યુવકે રિકવરી એજન્ટ બનીને આવેલા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે. શાહઆલમમાં રહેતા મોહંમદ અલ્તાફ શેખ સીમા હોલ પાસે આવેલી ચશ્માની દુકાનમાં નોકરી કરે છે. ગત ૨૪ ડિસેમ્બરે નૈષધ ગોરાડિયા નામના વ્યક્તિએ બેન્ક કર્મીની ઓળખ આપીને ફોન કર્યાે હતો.

નૈષધે ક્રેડિટ કાર્ડના ૧૫ લાખ બાકી છે ક્યારે ભરપાઇ કરશો તેવું પૂછતા મોહંમદ અલ્તાફે ક્રેડિટ કાર્ડ ન વાપરતો હોવાની જાણ કરી હતી. જેથી નૈષધે કેટલીક વિગતો જણાવી ત્યારે મોહમંદ અલ્તાફ ૧૫ વર્ષ પહેલા જે દુકાનમાં નોકરી કરતો હતો ત્યાંના શેઠનો નંબર તે માહિતીમાં હતો. બાદમાં રિકવરી એજન્ટ નૈષધે ત્રણ માસનો સમય આપીને ફોન મૂકી દીધો હતો.

બાદમાં નૈષધ ગાળો બોલીને દુકાને આવીને ઉઘરાણી કરતો હતો. તેવામાં ગત ૧૫ માર્ચે રિકવરી એજન્ટ નૈષધ ગોરડિયા મોહંમદ અલ્તાફની દુકાને આવીને બૂમાબૂમ કરીને રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આ મામલે મોહંમદ અલ્તાફે આનંદનગર પોલીસને જાણ કરતા પોલીસે નૈષધ ગોરાડિયા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.