નડીયાદ તાલુકાના નરસંડાના યુવકે પાણી બચાવોના સૂત્ર સાથે સાયકલ યાત્રા કાઢી
15 રાજ્યોમાં થઈ 12,500 km ના સફર બાદ આઠ મહિને ગામ માં પરત આવતા ભવ્ય સ્વાગત થયું
(પ્રતિનિધિ)નડીયાદ, નડીયાદ તાલુકા ના નરસંડા ના યુવકે પાણી બચાવ ના સંદેશા સાથે.. 22 જૂન 2023 થી શરૂ કરેલી સાયકલ યાત્રા 15 રાજ્યમાં ફરીને આઠ મહિના પાંચ દિવસ બાદ નરસંડામાં પરત આવતા પ્રજાએ આ યુવકનું ઉમદાભેર સ્વાગત કર્યું હતું .
નરસંડા માં રહેતા 48 વર્ષીય વિજય ફુલાભાઈ સેવક એ Bsc.Bed સુધીનો અભ્યાસ કર્યો છે લોકો ચારધામની યાત્રા વૈભવી રીતે કરતા હોય છે ત્યારે આ યુવકે બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા સાયકલ પર કરવાનું નક્કી કર્યું હતું. તેની સાથે સાથે પ્રજાને પાણી બચાવો .. અને તે કેટલું જરૂરી છે તે સમજાવવા માટે પણ નક્કી કર્યું હતું .
નરસંડામાંથી 22 જૂન 2023 ના રોજ વિજયની આ સાયકલ યાત્રા શરૂ થઈ હતી ગણપતપુરા, સોમનાથ, દ્વારકા ,ચોટીલા, અંબાજી શ્રીનાથજી રાજસ્થાન દિલ્હી ઉત્તરાખંડ. વગેરેમાં થઈને લગભગ 15 રાજ્યોમાં તે ગયો હતો રસ્તામાં રોકાણ દરમિયાન લોકોને પાણી બચાવો ની વાત કરતો હતો.
પાણી કેટલું જરૂરી છે તેમજ વ્યસન મુક્તિનો પણ સંદેશો પણ તેણે લોકોને આપ્યો હતો વિજય જણાવ્યું હતું કે હું 8 મહિના અને પાંચ દિવસે ગામમાં પરત આવ્યો છે ગામના બસ સ્ટેન્ડે મારુ પ્રજાએ ભવ્ય સ્વાગત કર્યું એ મારા માટે ગૌરવની વાત છે આમ જોવા જઈએ તો વિવિધ રાજ્યોમાં વિવિધ શહેરોમાં પ્રજાએ મારું સ્વાગત કર્યું છે તમામ કોમની પ્રજાએ મારું સ્વાગત કર્યું છે.
મુસ્લિમોએ કે પછી હિન્દુ હોય તેમણે મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે જેના કારણે મારી આ યાત્રા સરળતાથી પૂર્ણ થઈ છે વિવિધ રાજ્યોના રહેવાસી લોકોના વિચારો તેમની રહેણીકરણી અને ભાષા જાણવાનો અવસર મળ્યો.. એ મારા માટે એક ખૂબ જ જરૂરી સંભારણું બની રહેશે. 12500 km ના આ સફરમાં ખુબ જ સારા અનુભવો તેના થયા છે વિવિધતામાં એકતા ભારતમાં જ જોવા મળે..
એવું તેને લાગે છે ..નરસંડા ગામમાં પરત આવ્યો તે વખતે ગામના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું એટલું જ નહીં તેના આ કાર્ય મેં બીદાવ્યું પણ હતું ગામ લોકોનું આ પ્રેમ જોઈને આટલી લાંબી સફર નો થાક ઉતરી ગયો હોવાનું અહેસાસ વિજય ને થયો છે