મહેસાણામાં પૂરઝડપે બુલેટ હંકારી થાંભલાને અથડાતા યુવકે જીવ ગુમાવ્યો
મહેસાણા, મહેસાણા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીને પરત ફરી રહેલા એક યુવક બુલેટ લઈને હોર્ડિંગ્સના થાંભલા સાથે અથડાયો હતો. અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યુ હતુ હતું. ખૂબ જ ઝડપી ગતિએ બુલેટ હંકારતા અકસ્માત સર્જાતા યુવકનો હાથ કપાઈ ગયો હતો. બુલેટ પર સવાલ અન્ય યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મહેસાણા શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રીએ એક યુવકે ઝડપી બાઈક હંકારવાને લઈ મોતને ભેટ્યો છે. મિત્રનું બુલેટ બાઈક લઈને યુવક થર્ટી ફર્સ્ટની પાર્ટી માણવા માટે ગયો હતો. જ્યાંથી મોડી રાત્રી દરમિયાન પરત ફરી રહ્યો હતો.
આ દરમિયાન હોર્ડિંગ્સના થાંભલા સાથે બુલેટ બાઈક લઈને પૂરઝડપની ગતિએ અથડાયો હતો જેમાં યુવકનું મોત નિપજ્યુ હતુ. ઘટનામાં પાછળ બેઠેલા યુવકને પણ ઈજા પહોંચી છે.
બુલેટની ગતિ એટલી હદે વધારે ઝડપી હતી એનો અંદાજાે યુવકની અકસ્માત વખતની સ્થિતિ જાેઈને લગાવી શકાય છે. યુવકનો એક હાથ જ અકસ્માતમાં કપાઈ જવા પામ્યો હતો. ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો હતો. ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. SS3SS