મેંગલુરુમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા પોકારી રહેલા યુવકની ટોળાએ હત્યા કરી

મેંગલુરુ, પહેલગામમાં આતંકી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત બાદ દેશભરમાં આક્રોશ ચરમસીમાએ છે. આ દરમિયાન કર્ણાટકના મેંગલુરુમાં ક્રિકટ મેચ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ ટોળાએ એક વ્યક્તિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
આ મામલે પોલીસે ૧૦ લોકોની ધરપકડ કરી છે.કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, એક અજાણ્યા વ્યક્તિ સાથે મોબ લિંચિંગની ઘટના નોંધાઈ છે.
મને જાણ કરવામાં આવી હતી કે, સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન તે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવી રહ્યો હતો, જેના કારણે કેટલાક લોકોએ તેને માર માર્યાે હતો. તેનું ઘટનાસ્થળે નહીં પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મને હજુ સુધી સંપૂર્ણ રિપોર્ટ મળ્યો નથી. લગભગ ૧૦થી ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
તેમણે ખાતરી આપી હતી કે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે.આ ઘટના રવિવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ મેંગલુરુના બહારના કુડુપુ ગામમાં ભત્રા કલ્લુર્તી મંદિર પાસે ૧૦ ટીમો અને ૧૦૦થી વધુ ખેલાડીઓ સાથેના ક્રિકેટ કાર્યક્રમ દરમિયાન બની હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે પીડિત અને સચિન નામના વ્યક્તિ વચ્ચે ઝપાઝપીથી શરૂ થઈ હતી.
જે જોત જોતામાં ઉગ્ર બનીને જૂથ અથડામણમાં ફેરવાઈ હતી. ઘર્ષણ થતાં કેટલાક રાહદારીઓએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યાે હતો. જો કે, ટોળાએ લાકડીઓ અને લાતોથી પીડિતને મારવાનું ચાલુ રાખ્યું હતું.SS1MS