અમદાવાદમાં રિવરફ્રન્ટ પર નજીવી બાબતે યુવકની હત્યા
અમદાવાદ, સાબરમતી રિવરફ્રન્ટ પર નજીવી બાબતે બોલાચાલીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. રિવરફ્રન્ટ પર ફલ પધરાવવા આવેલા બે વ્યકિતને ‘તમે અહીંયા કેમ આવ્યા છો,’ તેમ પૂછ્યું હતું. નજીવી પૂછપરછમાં ઉશ્કેરાયેલા બે યુવકોએ ત્યાં કામ કરતા હરીશ નામના વ્યક્તિને ગડદાપાટુનો માર મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે ઝ્રઝ્ર્ફના આઘારે એક આરાપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજી વોન્ટેડ છે.
નોંધનીય છે કે, હત્યાના બનાવ સમયે ૧૦૦થી વધુ લોકોનું ટોળું મુખપ્રેક્ષની જેમ ઉભું હતું, પણ હત્યા કરનારાઓને કોઈએ રોક્યા ન હતા. પોલીસ ગિરફતમાં આવેલો શખ્સ મેહુલ દંતાણી છે. જેણે તેના એક મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો ૧૧ એપ્રિલના રાત્રે ૮ વાગ્યે મેહુલ દંતાણી તેના મિત્ર સાથે ડફનાળા સાઈડ આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂલ પધારવા આવ્યો હતો. રિવરફ્રન્ટ ફેઝનું કામ કરી રહેલા મજૂર હરીશ પરમારે મેહુલને પૂછ્યું હતું કે, કેમ અહીંયા આવ્યા છો. બસ આ જ વાતને લઈ મેહુલ અને તેના મિત્રએ હરીશ સાથે ઝઘડો શરૂ કરી દીધો અને ઉશેકેરાયેલા મેહુલ રિવરફ્રન્ટ નજીક આવેલી મૃતકની ઓરડી પર લઈ ગયો હતો. જ્યાં હરીશનું આધાર કાર્ડ ચેક કર્યું હતું.
બાદમાં હરીશ ત્યાંથી ભાગી ગયો અને મેહુલ તેનો મિત્ર એક્ટિવા પર તેને પકડવા પાછળ ગયા હતા અને હરિશને પકડીને એક્ટિવા પર બેસાડી લઈ જઈ રહ્યા હતા. તેવામાં એક્ટિવાને અકસ્માત થતાં જ ત્રણેય નીચે પટકાયા હતા. જે બાદ મેહુલ અને તેના મિત્રએ ભેગા મળી હરીશને ગડદાપાટુનો મારમારી અને લાકડાના દંડા વડે માથાના ભાગે માર મારી ફરાર થઈ ગયા હતા.
પકડાયેલ આરોપી મેહુલ દંતાણી અને તેના મિત્રએ હરિશની રિવરફ્રન્ટ પર મારમારી હત્યા કરી હતી, ત્યારે ૧૦૦થી વધુ લોકોનું ટોળું મુખપ્રેક્ષકની જેમ તમાશો જાેઈ રહ્યું હતું. તે સમયે આરોપીને માર મારતા કોઈ રોક્યો ન હતો અને આરોપીઓ હત્યા કર્યા બાદ લોકોના ટોળામાંથી જતા પણ રહ્યા હતા. એટલું જ નહીં, હત્યા બાદ લોકોના ટોળાએ પોલીસને કોઈ માહિતી પણ આપી ન હતી. પોલીસે એક સીસીટીવી હાથે લાગ્યા હતા, જેની તપાસ કરતા એક્ટિવનો નંબર મળ્યો હતો.
જેના આધારે મેહુલ દંતાણીની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી મેહુલએ હત્યામાં વાપરેલ લાકડું કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. જેને લઈને કોર્ટમાં ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હત્યા કરનાર અન્ય એક આરોપીને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.SS1MS