Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશને ખોદેલા ખાડામાં બાઇક સાથે યુવક પટકાયો
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નાગરિકો ની સુવિધાઓ માટે રોડ ખોદકામ કરવામાં આવે છે પરંતુ ખોદકામની આસપાસ સુરક્ષા માટે કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી જેના કારણે કયારેક ભયાનક કે જીવલેણ અકસ્માત થાય છે.
રવિવારે રાતે પણ એક એવી જ દુર્ઘટના રાજપથ કલબ રોડ પર બની હતી જેમાં કોર્પોરેશન ઘ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બાઇક ચાલક પટકાયો હતો. જો કે , સદનસીબે તેને કોઈ મોટી થઈ નહતી.
શહેરના નવા પશ્ચિમઝોનમાં રાજપથ કલબ રંગોલી રોડ એપિક હોસ્પિટલ પાસે મ્યુનિ.કોર્પોરેશન ઘ્વારા ડ્રેનેજ કામ માટે ખોદવામાં આવેલા ખાડાની ફરતે કોઈ જ પ્રોટેક્શન મૂકવામાં આવ્યા નહતા તેમજ સ્ટ્રીટલાઈટો પણ બંધ હતી. જેના કારણે ઝોમેટો ડિલિવરી બોય પ્રતાપ રામાજી ( ઉંમર વર્ષ 32 ) ખાડા માં બાઈક ની સાથે પડી ગયો હતો.
આ જ સમયે ગોમતીપુર ના કોંગી કોર્પોરેટર ઇકબાલ શેખ ત્યાંથી પસાર થતા હતા. આ અકસ્માત તેમના ધ્યાન પર આવતા તેમણે કંટ્રોલરૂમ પર ફોન કરી ફરિયાદ નોંધાવતા બોપલ ફાયર વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી તેમજ ખાડામાં પડેલા યુવકને બહાર નીકાળ્યો હતો.