AAC બ્લોક્સ: ભારતમાં બાંધકામ ક્ષેત્રનું ભવિષ્ય
હાઇલાઇટ્સ:-
|
21 સપ્ટેમ્બર 2024: ભારતમાં ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (AAC) બ્લોક માર્કેટમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. વધતી જતી માંગ, શહેરીકરણ અને ટકાઉ બાંધકામ સામગ્રીની જરૂરિયાતને કારણે આ ઉદ્યોગ મજબૂત વૃદ્ધિ નોંધાવી રહ્યો છે. વૈશ્વિક બજારનું કદ આશરે 19 અબજ ડોલર (રૂ. 1.5 લાખ કરોડ) સાથે, ભારતનું AAC બજાર 2022-23માં આશરે 500 મિલિયન ડોલર (રૂ. 4,000 કરોડ) હતું અને તે 15-20%ની મજબૂત વૃદ્ધિ સાથે, આગામી પાંચ વર્ષમાં 1.3 અબજ ડોલર (રૂ. 10,000 કરોડ) સુધી પહોંચવાની તૈયારીમાં છે. બિલ્ડિંગ મટિરિયલ્સ સેક્ટરનો હજુ પણ એક નાનો હિસ્સો (8-10%) છે, ત્યારે AAC બ્લોક્સ ધીમે ધીમે લાલ ઇંટોનું સ્થાન લઇ રહ્યા છે, જે હાલમાં બજાર હિસ્સાનો 75-80% હિસ્સો ધરાવે છે.
તાજેતરના વર્ષોમાં, AAC બ્લોક્સની કિંમતમાં પ્રતિ ક્યુબિક મીટર રૂ. 200-300નો વધારો થયો છે, જે બાંધકામ પ્રવૃત્તિઓમાં પુનરુત્થાન, કાચા માલના ખર્ચમાં વધારો અને ચોમાસા અને યુનિયન ઇલેક્શન પછી ફરી શરૂ થનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા પ્રેરિત છે. સિમેન્ટ, ચૂનો અને કોલસા સહિતના કાચા માલના વધતા જતા ખર્ચે પણ તેમાં ફાળો આપ્યો છે. મજબૂત માંગને જોતાં, AAC બ્લોકના ભાવમાં નજીકના ભવિષ્યમાં વધુ વધારો થવાની ધારણા છે.
ભારતમાં 150 AAC બ્લોક પ્લાન્ટ કાર્યરત હોવાની સાથે કુલ સ્થાપિત ક્ષમતા વાર્ષિક આશરે 12 મિલિયન ક્યુબિક મીટર છે, અને માંગમાં વાર્ષિક ધોરણે 8-10%નો વધારો થઈ રહ્યો છે.
લાલ ઈંટોથી AAC બ્લોક્સ તરફના વપરાશને વેગ મળી રહ્યો છે, ખાસ કરીને મેટ્રોપોલિટન વિસ્તારોમાં, જ્યાં 60-70%થી વધુ ડેવલપર્સે AAC અપનાવી છે. ટાયર-2 શહેરોમાં ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં તેનો ઉપયોગ વધવાની સાથે તેનો વ્યાપ 40% છે. AAC બ્લોક્સ પરંપરાગત લાલ ઇંટો કરતા બહુવિધ લાભો પૂરા પાડે છે, જે તેને વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં લોકપ્રિય પસંદગી બનાવે છે.
લાલ ઈંટોની સરખામણીએ AAC બ્લોકના ફાયદા
AAC અનેક માપદંડોમાં લાલ ઈંટોને પાછળ છોડી દે છે:
- સ્ટ્રેન્થ અને ડ્યુરબિલિટીઃ AAC બ્લોક્સ 3-4.5 N/mm²ની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફર કરે છે, જે લાલ ઇંટોની 5-3.5 N/mm² કરતા વધારે હોય છે. તેમની સમરૂપ રચના કચરો અને બાંધકામની ખામીને ઘટાડે છે, જ્યારે લાલ ઇંટોમાં ભાંગી જવાનું જોખમ વધુ હોય છે.
- કામ કરવાની ક્ષમતાઃ હળવા અને પાતળા હોવાથી, AAC બ્લોક્સનું સંચાલન કરવું વધુ સરળ છે, જે મજૂરીના ખર્ચમાં ઘટાડો કરે છે અને બાંધકામના સમયને ઝડપી બનાવે છે. તેમની કોમ્પેક્ટનેસ ઇમારતોમાં ઉપયોગી જગ્યામાં પણ વધારો કરે છે.
- પર્યાવરણીય અસરઃ ફ્લાય એશમાંથી બનેલા, AAC બ્લોક્સ ઇકો-ફ્રેન્ડલી છે, જ્યારે લાલ ઈંટોનું ઉત્પાદન જમીનની ઉપરની માટીમાંથી બને છે અને તેનાથી પર્યાવરણને નુકસાન પહોંચે છે.
- થર્મલ અને સાઉન્ડ ઇન્સ્યુલેશનઃ AAC બ્લોક શ્રેષ્ઠ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે, જે HVAC ખર્ચમાં 30% સુધીનો ઘટાડો કરે છે. લાલ ઇંટોથી ઓછામાં ઓછું થર્મલ ઇન્સ્યુલેશન અને ઓછા અસરકારક સાઉન્ડપ્રૂફિંગ પ્રદાન કરે છે.
- આગ અને ધરતીકંપ પ્રતિરોધકતાઃ લાલ ઈંટોની 2 કલાકની તુલનામાં AAC બ્લોક્સ 4 કલાક સુધી આગનો પ્રતિકાર કરી શકે છે, અને ધરતીકંપની સ્થિતિમાં પણ વધુ સારી રીતે સજ્જ છે.
- જંતુ પ્રતિરોધકતાઃ AAC બ્લોક્સ લાલ ઈંટોથી વિપરીત ઊધઈ જેવી જીવાતો સામે વધુ પ્રતિરોધક હોય છે.
“2024 સુધીમાં તમામ લોકો માટે આવાસ” અને ગ્રીન બિલ્ડિંગ નિયમો જેવી સરકારની ચાલી રહેલી પહેલ સાથે, AAC બ્લોક્સનો ઉપયોગ વધવાની તૈયારીમાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, પોલીસ હાઉસિંગ અને કન્યા શિક્ષા પરીશર જેવા પ્રોજેક્ટ્સને હવે AAC બ્લોક્સ જેવી ઇકો-ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી છે, જેનાથી માંગમાં વધારો થયો છે.
કન્કલુઝન
AAC બ્લોક ઉદ્યોગ, તેની શ્રેષ્ઠ બિલ્ડ પ્રોપર્ટીઝ, ટકાઉપણું અને ખર્ચ-અસરકારકતા સાથે, ભારતના બાંધકામ ક્ષેત્રમાં વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જેમ જેમ જાગૃતિ વધતી જાય છે અને લાલ ઈંટો જેવી પરંપરાગત સામગ્રીમાંથી સ્થળાંતર થતું જાય છે, તેમ તેમ AAC બ્લોક્સ દેશમાં ટકાઉ બાંધકામ પદ્ધતિઓના ભવિષ્યનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.