AACA દ્વારા આયોજિત વોકાથોન ફોર હેલ્થમાં 350થી વધુ પાર્ટીસીપન્ટે ભાગ લીધો
અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે રવિવાર વહેલી સવારે રિવરફ્રન્ટ ખાતે આયોજિત એએસીએ વોકાથોન ફોર હેલ્થ માં 350થી વધુ પાર્ટીસીપન્ટે ભાગ લીધો. ફિટનેસ પ્રતિ જાગૃતિ કેળવતા વોકથોનમાં 3 કીમી અને 6 કીમી એમ બે ટાર્ગેટ હતા.
ઈવેન્ટ ફ્લેગઓફ પહેલાં શરૂઆતમાં ટ્રેઇનર દ્વારા વોર્મઅપ એક્સર્સાઇઝ, યોગા, ઝુમ્બા સેશન પણ કરાવ્યા હતા. દરેક ફીનીશર પાર્ટિસીપન્ટને સર્ટીફીકેટ, મેડલ તથા ગીફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત યંગસ્ટર્સ તથા સ્ટુડન્સ જણાવતા હતા કે રોજ વહેલી સવારે માત્ર 15-20 મિનિટની આ પ્રકારની પ્રવૃત્તિથી દિવસભર માટે જોશ ઉત્સાહને એનર્જી ડેવલપ થઇ જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ટુંક સમયમાં AACA દ્વારા નવરાત્રી ગરબા, દિવાળી ગેટ ટુ ગેધર ક્રિકેટ કાર્નિવલ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.