આધાર કાર્ડ હવે વ્યક્તિની ઓળખ પૂરતો મર્યાદિત થઈ જશે
અમદાવાદ, દેશભરમાં ઓળખ માટે ઉપયોગમાં લેવાતું આધાર કાર્ડ હવે વ્યક્તિની ઓળખ પૂરતો મર્યાદિત થઈ જશે. યુઆઈડીએઆઈના નવા સુધારા બાદ, આધાર કાર્ડ હવે જન્મ તારીખ માટે માન્ય રહેશે નહીં.
જાે તમે ક્યાંય પણ કોઈપણ કામ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે આધાર કાર્ડની સાથે જન્મતારીખ માટે તમારું જન્મ પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે. આ ફેરફાર હાલમાં જ આધાર કાર્ડની સંસ્થા યુઆઈડીએઆઈ દ્વારા કરવામાં આવ્યો છે.
આ સાથે જ નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા અને આધાર કાર્ડમાં સુધારા બાદ આ માહિતી પણ લેખિતમાં આપવામાં આવી રહી છે. આધાર કાર્ડમાં છેતરપિંડી રોકવા માટે યુઆઈડીએઆઈ દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે.
આધાર કાર્ડમાં આ ફેરફાર તારીખ, મહિનો અને વર્ષ બદલીને જન્મતારીખમાં વારંવાર ફેરફાર કરીને છેતરપિંડી રોકવા માટે કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે આધાર કાર્ડનો ઉપયોગ માત્ર શાળા, કોલેજમાં એડમિશન માટે કે પાસપોર્ટ મેળવવા કે અન્ય કોઈ કામ માટે જ ઓળખાણ માટે થશે.
જન્મતારીખની ચકાસણી માટે આધાર કાર્ડ સાથે જન્મ પ્રમાણપત્ર જાેડવું ફરજિયાત બન્યું છે. જણાવી દઈએ કે, આધાર કાર્ડમાં જન્મતારીખ અને નામમાં વારંવાર ફેરફાર કરીને લોકો પેન્શન સ્કીમ, રમતગમત, સ્પર્ધા, પ્રવેશ વગેરે સહિતની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આ પ્રકારની છેતરપિંડી કરતા હતા.
જેને રોકવા માટે આ નવી પહેલ કરવામાં આવી છે. યુઆઈડીએઆઈ દ્વારા આધાર કાર્ડમાં સુધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન, યુઆઈડીએઆઈના આ નવા સુધારાને કારણે સૌથી મોટી મુશ્કેલી તે લોકો માટે થશે જેમની પાસે તેમની જન્મતારીખ સાબિત કરવા માટે આધાર કાર્ડ સિવાય અન્ય કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ નથી. SS1SS