આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવતા લોકો સવારના ૬ વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે
આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો-કેન્દ્ર પર મશીનો ન ચાલતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે
જામનગર, આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ છે. જાે કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક નહીં કરે તો તેમનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ માટે દંડની જાેગવાઈ પણ છે.Aadhar card PAN card Link
જેથી લોકો આ કામને તાત્કાલિક પૂર્ણ કરવા માટે દોડા દોડી કરી રહ્યાં છે. વિવિધ આધારકાર્ડ સેન્ટર્સ પર લોકોની લાંબી લાઇનો જાેવા મળી રહી છે. ૩૧મી માર્ચને આડે માત્ર ૮ દિવસ બચ્યા હોવાથી લોકો લાંબી લાઈનમાં લાગીને આધારથી પાન લિંક કરાવવા મથી રહ્યા છે.
જામનગરમાં પણ ૧૮ કેન્દ્ર પર આધાર સાથે પાન કાર્ડ લિંક કરવાની કામગીરી ચાલી રહી છે. આધાર કેન્દ્રો પર વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી જાય છે. ૧૮ કેન્દ્ર પર કામગીરી થતી હોવા છતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હાલ જિલ્લા પંચાયત અને ટાઉનહોલ ખાતે લોકોની લાંબી લાઈનો લાગી છે. લોકો સવારના ૬ વાગ્યાથી લાઈનમાં ઉભા છે. કેન્દ્ર પર મશીનો ન ચાલતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે.
જ્યાં આધાર-પાન લિંક કરવાની કામગીરી ચીલી રહી છે, ત્યાં આજે વીટીવીની ટીમ પહોંચી હતી. આ તકે લોકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર પર મશીનો ચાલતા નથી. કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતું. મન પડે ત્યારે ટોકન આપે છે.
અન્ય વિઠલભાઈ નામના સ્થાનિકે જણાવ્યું કે, ‘સરકાર આવાને આવા ધક્કા ખવડાવે છે. આમાં અમારે શું કરવું. જ્યાં જઈ ત્યાં લાઈનમાં ઊભા રહેવું પડે છે. હું ચાર દિવસથી કામધંધા મૂકીને અહીંયા ધક્કા ખાવ છું, અહીંયા મારો વારો પણ આવતો નથી. વહેલી સવારથી અહીંયા આવી જઉં છું. ગામડામાં મશીન બંધ હોય છે.’
પ્રીતિબેન નામની મહિલાએ જણાવ્યું કે, અમે ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ, મારું ય્જી્ કઢાવેલું છે. મારા અધાર કાર્ડ અને પાન કાર્ડમાં ખાલી સરનેમ આગળ પાછળ છે, છતાં મારે ખૂબ જ ધક્કા ખાવા પડી રહ્યા છે. નાનો એવી ભૂલ હોવા છતાં કોઈ વ્યવસ્થિત જવાબ આપતું નથી. અમે નાના છોકરાઓને ઘરે મૂકીને અહીંયા ૪-૪ કલાકથી લાઈનમાં ઊભા છીએ. મન પડે ત્યારે કેન્દ્ર ખુલે છે અને મન પડે ત્યારે ટોકન આપે છે. આમાં અમારે શું કરવું.
તો સ્થાનિક ભંડેરી ચિરાગે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૪ દિવસથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ધક્કા ખાવ છું. તાલુકા પંચાયત જઈ તો એમ કહે છે કે જિલ્લા પંચાયતે જાવ. અહીંયા સવારના ૭ વાગ્યાના લોકો ટોકન માટે ઉભા છે. આજુબાજુના ગામડામાં સેન્ટર આપેલા છે તો મશીનો નથી ચાલતા.
છેલ્લા ૧૫ દિવસથી એવા જવાબ આપે છે કે મશીન રીપેરિંગમાં મોકલ્યા છે. અમારી માંગ છે કે, સરકાર ૫-૬ ગામ વચ્ચે એક મોટું સેન્ટર ખોલે, જેથી ગામડાના લોકોને જામનગર સિટીમાં ધક્કા ન ખાવા પડે