આધારને ચૂંટણી કાર્ડ સાથે જાેડવાની મુદતમાં એક વર્ષનો વધારો કરાયો
નવી દિલ્હી, આધાર અને ચૂંટણી કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ હતી જેની તારીખમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. હવે આધાર અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માંગતા લોકોને વધારે સમય મળી ગયો છે.
મળતી માહિતી પ્રમાણે સરકાર લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. સરકારે લોકોની માંગને ઘ્યાને લઈને આ ર્નિણય લીધો છે. કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ગેજેટમાં આ માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા ૧ એપ્રિલ, ૨૦૨૩ થી વધારીને ૩૧ માર્ચ, ૨૦૨૪ કરી છે. ગઈકાલે આ અંગેની સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી.Aadhar Card PAN Card Link
જાે કે હજુ સુધી પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારવાની માંગ પર સરકાર તરફથી કોઈ જાહેરાત કરાઈ નથી. આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ છે. જાે કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના પાનઅને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ ૧૦૦૦ રૂપિયા માટે દંડની જાેગવાઈ પણ સરકારે કરી છે. SS2.PG