આધાર સીડિંગ વિના નોકરીદાતાઓ દ્વારા EPFO UANના જથ્થાબંધ ઉત્પાદન માટે સુવિધા શરૂ કરી

ઇપીએફઓ સુધારેલા ફોર્મ 13 કાર્યક્ષમતા મારફતે ટ્રાન્સફર ક્લેમ પ્રક્રિયાને સરળ બનાવે છે; 1.25 કરોડથી વધુ સભ્યોને લાભ થશે
નવી દિલ્હી, સંશોધિત ફોર્મ 13 કાર્યક્ષમતા મારફતે ટ્રાન્સફર ક્લેઈમ પ્રક્રિયાનું સરળીકરણ
પોતાના સભ્યોની જીવન જીવવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે, ઇપીએફઓએ આ વર્ષે જાન્યુઆરી દરમિયાન, મોટાભાગના કિસ્સાઓમાં એમ્પ્લોયર પાસેથી મંજૂરીની આવશ્યકતાને દૂર કરીને નોકરીઓમાં ફેરફાર પર પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી છે.
અત્યાર સુધી, બે ઇપીએફ કચેરીઓ વડે પીએફ સંચયનું સ્થાનાંતરણ થતું હતું. જેમાંથી એક પીએફ સંચય સ્થાનાંતરિત થાય છે (સ્ત્રોત ઓફિસ) અને બે, ઇપીએફ ઓફિસ જેમાં ટ્રાન્સફર ખરેખર જમા થાય છે (ડેસ્ટિનેશન ઓફિસ).
હવે, પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના હેતુથી, ઇપીએફઓએ રિવેમ્પ્ડ ફોર્મ 13 સોફ્ટવેર કાર્યક્ષમતા શરૂ કરીને ડેસ્ટિનેશન ઓફિસમાં તમામ ટ્રાન્સફર દાવાઓની મંજૂરીની આવશ્યકતાને દૂર કરી દીધી છે.
હવેથી, એક વખત ટ્રાન્સફરર (સ્ત્રોત) ઓફિસમાં ટ્રાન્સફર ક્લેમને મંજૂરી મળી જાય પછી અગાઉનું ખાતું આપમેળે ટ્રાન્સફરી (ડેસ્ટિનેશન) ઓફિસમાં સભ્યના વર્તમાન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે, જે ઇપીએફઓના સભ્યો માટે “જીવન જીવવાની સરળતા”ના ઉદ્દેશને તાત્કાલિક આગળ વધારશે.
આ સુધારેલી કાર્યક્ષમતા કરપાત્ર પીએફ વ્યાજ પર ટીડીએસની સચોટ ગણતરી સરળ બનાવવા માટે પીએફ સંચયના કરપાત્ર અને બિન-કરપાત્ર ઘટકોનું વિભાજન પણ પ્રદાન કરે છે.
એનાથી 1.25 કરોડથી વધારે સભ્યોને લાભ થવાની અપેક્ષા છે, જે હવેથી દર વર્ષે આશરે રૂ. 90,000 કરોડનાં હસ્તાંતરણની સુવિધા આપશે, કારણ કે હસ્તાંતરણની સંપૂર્ણ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.