Western Times News

Gujarati News

આઈજી ગ્રુપે હાઇ-એન્ડ રેસિડેન્શિયલ વિલા બનાવવા માટે ધોલેરામાં 50 એકર જમીન મેળવી

ગ્રુપ આ વિસ્તારમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ વિકસાવવા માટે રૂ. 150 કરોડનું રોકાણ કરશે
મુખ્ય બાબતોઃ
• આઈજી ગ્રુપે કુલ સાઇઝ 1 લાખ સ્ક્વેર યાર્ડ સુધી લઈ જવા પ્રોજેક્ટ – લોટસ 1145નો બીજો તબક્કો શરૂ કર્યો
• કંપની 3 બીએચકે વિલા અને પ્લોટ્સ ઊભા કરશે
• આઈજી ગ્રુપે ધોલેરામાં 5 પ્રોજેક્ટ્સમાં રૂ. 100 કરોડથી વધુનું રોકાણ કર્યું છે
• ઉત્તરના રાજ્યો તરફથી ધોલેરામાં મુખ્યત્વે પ્લોટ્સ અને જમીનમાં વર્ષે રૂ. 2,000-3,000 કરોડનું રોકાણ થઈ રહ્યું છે

Ahmedabad, ગુજરાતના ધોલેરા વિસ્તારમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીના એક આઈજી ગ્રુપે ગુજરાતના 50 એકરની મહત્વની જમીન હસ્તગત કરી છે. જમીન હસ્તાંતરણ સહિત 150 એકરના અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ સાથેનું આ વ્યૂહાત્મક રોકાણ ટકાઉ લિવિંગ અને ઇનોવેટિવ રિટેલ સ્પેસીસમાં ગ્રુપના રોકાણમાં મહત્વનું સીમાચિહ્ન દર્શાવે છે. આ હસ્તાંતરણ આઈજી એરપોર્ટ વિલા, લોટસ 1145 ફેઝ-1, લોટસ ફેઝ-2, મની પ્લાન્ટ જેવા ધોલેરામાં આઈજી ગ્રુપના હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સને પૂરક બનાવે છે. AAIJI Group Acquires 50 Acres Land In Dholera To Develop High-end Residential Villas

આઈજી ગ્રુપના નવા સાહસમાં વ્યાપકપણે જમીનના પ્લોટિંગ, અત્યાધુનિક રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ અને મોર્ડન રિટેલ સ્પેસીસનો સમાવેશ થશે જે આ વિસ્તારના રિયલ એસ્ટેટ ક્ષેત્રને વધારશે.

આઈજી ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી લલિત પરિહારે જણાવ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદ, ગિફ્ટ સિટી અને ધોલેરાનો વિકાસ અબુ ધાબી, દુબઈ અને શારજાહના ટ્રાય-સિટી મોડલનું પ્રતિબિંબ પાડે છે. એટલે સંયુક્ત આરબ અમીરાતમાં ટ્રાય-સિટીની સફળતાની જેમ આ વિસ્તારમાં પણ વિકાસની પ્રબળ સંભાવના રહેલી છે. ધોલેરા એ માત્ર એક પ્રોજેક્ટ નથી, તે ભવિષ્યનું વિઝન છે.

દર વર્ષે અમે જમીન અને પ્લોટ્સમાં રૂ. 2,000-3,000 કરોડના નવા રોકાણો જોઈએ છે જે ખાસ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી, ગુરુગ્રામ અને નોઈડામાંથી આવે છે કારણ કે તેમણે ગુરુગ્રામ, નોઈડા અને ચંદીગઢમાં રિયલ્ટી માર્કેટની વૃદ્ધિ જોઈ છે. આઈજી ગ્રુપ ખાતે અમે ટેક્નોલોજીકલી આધુનિક હોય, પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ હોય અને સામાજિક રીતે સમાવેશક હોય તેવા રહેઠાણ અને વ્યવસાય માટે ટકાઉ પ્રોજેક્ટ્સ બનાવીને આ વિઝનને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પ્રોજેક્ટ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (ડીએમઆઈસી) હેઠળ ધોલેરા એસઆઈઆરના વિઝન સાથે સંલગ્ન છે જે સ્માર્ટ સિટી ફીચર્સ, ગ્રીનફિલ્ડ કાર્ગો અને પેસેન્જર એરપોર્ટ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે, સમર્પિત ફ્રેટ કોરિડોર, ભીમનાથ-ધોલેરા બ્રોડ ગેજ રેલવે લાઇન, અમદાવાદ અને ધોલેરા વચ્ચે વંદે મેટ્રો તથા પોર્ટ સુધીની પહોંચ સહિત મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ભાર મૂકે છે.

સરકાર ધોલેરાને સ્માર્ટ સિટી ફીચર્સ સાથે વિશ્વ કક્ષાનું શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ધોલેરા એક મહત્વના ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. અહીં 100થી વધુ નાની અને મોટી કંપનીઓ તેમના પ્લાન્ટ સ્થાપી રહી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સે 10.9 અબજ ડોલરનો સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે સિનોપ્સીસચિપ સાથે કરેલા સહયોગના જેવા નોંધપાત્ર રોકાણોથી આ વિસ્તારની અપીલ વધી છે. હજુ અનેક ડેવલપમેન્ટ પાઇપલાઇનમાં છે ત્યારે ધોલેરા સ્માર્ટ સિટી અને આયોજિત મેન્યુફેક્ચરિંગ હબ માટેની બ્લ્યૂ-પ્રિન્ટ તરીકે ઊભરી આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.