Western Times News

Gujarati News

“ગુજરાત વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ભાજપ અને આપની ટક્કર રહેશે”

વિધાનસભા ચૂંટણી પહેલા આપની નવી ટીમ જાહેર ૮૫૦ હોદ્દેદારોની ટીમ સાથે મેદાનમાં ઉતરશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. દરેક ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની તૈયારીમાં છે તેવામાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીનો આ જંગ ત્રિપાંખીયો ખેલાશે. Aam Aadmi Party sees itself the main contender to the ruling BJP in Gujarat

ભાજપ કોંગ્રેસ ઉપરાંત આપ પણ આ વર્ષે મેદાનમાં મજબૂત દાવેદાર તરીકે ઉતરવા માગે છે અને તે માટે જ વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ગુજરાતના માળખામાં ધરખમ ફેરફાર કર્યા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડો. સંદીપ પાઠકે નવા સંગઠનની જાહેરાત કરતા જણાવ્યું કે, ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ અને ઇન્દ્રનિલ રાજ્યગુરૂ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આપે ગુજરાત જીતવા માટે પોતાની જમ્બો ટીમ બનાવી છે. જેમાં ૮૫૦ જેટલા કાર્યકર્તાઓને હોદ્દેદારો બનાવવામાં આવ્યા છે.

ડો. સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સમાં આગળ જણાવ્યું કે આપની પરિવર્તન યાત્રા ૧૮૨ વિધાનસભામાં નીકળી હતી. જેમાં લોકોનો અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને તેના નામ પ્રમાણે જ જાણી છે, જે દરેક સામાન્ય માણસની પાર્ટી છે.

અમે ગામડાઓમાં પણ બેઠકો કરી છે અને જનસંવાદ કર્યો છે. જનતા આજે બદલાવ માટે તૈયાર છે. તેમને બસ એક સારો વિકલ્પ જાેઈએ છીએ. આ માટે જ બે મહિનામાં લાખો લોકો અને ૩૦,૦૦૦થી વધુ એક્ટિવ લોકો પાર્ટી સાથે જાેડાયા છે. તેવામાં જૂના સંગઠનને વિખેરી ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે નવું સંગઠન જાહેર કરવામાં આવી રહ્યું છે. આ સંગઠન ગામડા સુધીના સ્તરનું છે.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, સંગઠનમાં વધારે લોકોનો સમાવેશ કરીને એક માળખું તૈયાર કર્યું છે. અમે તાકાતથી ચૂંટણીમાં ટક્કર આપીશું.’

જ્યારે ગુજરાતમાં પાર્ટી માટે મુખ્યમંત્રીનો ચહેરો કોણ રહેશે એ મામલે વાત કરતા સંદીપ પાઠકે કહ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો જરુર ચૂંટણી પહેલા નક્કી કરવામાં આવશે.

જે તે સમયે અમે ચોક્કસ ચહેરો જાહેર કરીશું. જ્યારે ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું હતું કે, તમામને અભિનંદન આપું છું. અલગ અલગ સેલના પ્રમુખો અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહેશે. SS2DP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.