જામજાેધપુરમાં આમ આદમી પાર્ટીએ મોટી બાજી મારી
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. ગુજરાતની એવી પણ અનેક બેઠકો છે જેમાં વર્ષોથી ભાજપની સત્તા હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે તો નહીં પરંતુ આમ આદમી પાર્ટીએ ગઢ પર ગાબડું પાડ્યું છે. જણાવી દઈએ કે, જામજાેધપુરમાં આમ આદમી પાર્ટીએ મોટી બાજી મારી છે. ત્યા છેલ્લા અઢી દાયકાથી ભાજપની સત્તા હતી, પરંતુ ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં છછઁના ઉમેદવાર હેમંત આહિરની જીત થઈ છે.
હેમંત આહિરને ૭૧૩૯૭ મત મળ્યા હતા. જ્યારે ભાજપની ઉમેદવાર ચીમનભાઈ સાપરીયાને ૬૦૯૯૪ મળ્યા હતા. જેની સાથે જ, કોંગ્રેસના ઉમેદાવાર કાલરીયા ચિરાગભાઈ રમેશભાઈને ૧૩૫૧૪ મત મળ્યા છે. ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ બેઠકો આવેલી છે. આ ૧૮૨ બેઠકમાં જામનગર જિલ્લાની જામજાેધપુર વિધાનસભા બેઠક ૮૦માં ક્રમાંકે છે. જામજાેધપુર વિધાનસભા મત વિસ્તાર જામનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે.
જામજાેધપુર વિધાનસભા બેઠક પર વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગભાઈ કાલરિયાએ ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. તો વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાએ કોંગ્રેસ ઉમેદવાર હરદાસ આહિરને મ્હાત આપી હતી. વર્ષ ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં જામજાેધપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ૪૭.૪૦ ટકાવારી નોંધાઈ હતી. જામજાેધપુરમાં ભાજપના ચૂંટણી પ્રભારી તરીકે સુરેશભાઈ વસરાની નિમણુંક કરવામાં આવી છે.