આમિર અને અજયને ફરી ‘ઈશ્ક’ કરવાની ઈચ્છા
મુંબઈ, આમિર ખાન અને અજય દેવગને માત્ર એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. ૧૯૯૭ના વર્ષમાં બ્લોકબસ્ટર રહેલી ‘ઈશ્ક’ પછી તેઓ ક્યારેય ઓનસ્ક્રિન સાથે જોવા મળ્યા નથી. આ ફિલ્મના ડાયરેક્ટર-પ્રોડ્યુસર ઈન્દર કુમારના દીકરા અમનની પહેલી ફિલ્મ ‘તેરા યાર હૂં મૈં’ની લોન્ચ માટે મુંબઈમાં એક ઈવેન્ટ યોજાઈ હતી.
આ પ્રસંગે આમિર અને અજયે ઈન્દરકુમાર તથા ડાયરેક્ટર મિલાપ ઝવેરી સાથે જૂની યાદો વાગોળી હતી. ‘તેરા યાર હૂં મૈં’ની લીડ કાસ્ટ અમન અને આકાંક્ષા શર્માને બંને સુપરસ્ટાર્સે શુભેચ્છા આપી હતી. આ સાથે પરેશ રાવલ, જાવેદ જાફરી, આફતાબ શિવદાસાની, જ્હોની લીવર જેવા જાણીતાં એક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હાલ બોલિવૂડમાં સીક્વલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે આમિર અને અજયે ‘ઈશ્ક’ને યાદ કરી તેની સીક્વલ બનાવવા ઈન્દર કુમારને જણાવ્યું હતું. ઈન્દર કુમારે પણ તેમના સૂચનને વધાવી લેતાં ‘ઈશ્ક’ની સીક્વલ બનવાની અટકળો શરૂ થઈ હતી.SS1MS