એક્ટિંગ ડેબ્યૂ પહેલા આમિરે રણબીરને આપી હતી સોનેરી સલાહ

મુંબઈ, રણબીર કપૂર હાલ સંજય દત્ત અને વાણી કપૂર સાથે તેની અપકમિંગ ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૨૨ જુલાઈના રોજ રિલીઝ થવાની છે. હાલમાં એક યુટ્યુબર સાથેની વાતચીતમાં, એક્ટરે ખુલાસો કર્યો હતો કે, બોલિવુડમાં ડેબ્યૂ કરતા પહેલા તેણે આમિર ખાનની સલાહ પ્રત્યે સહેજ પણ ધ્યાન આપ્યું નહોતું.
આ વિશે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે, ‘હું એક્ટર બન્યો તે પહેલા, આમિર ખાને મને કહ્યું હતું કે ‘એક્ટર બન તે પહેલા, તારી બેગ પેક કરજે અને ભારતભરમાં ફરજે. બસ, ટ્રેન દ્વારા ટ્રાવેલ કરજે અને નાના-નાના શહેરમાં ફરજે’. મોટાભાગના આપણે લક્ઝુરિયસ ઘરમાં ઉછર્યા છીએ અને ઘણા લાભ મળ્યા છે, અમારા દેશ અને તેની સંસ્કૃતિને નથી જાણતા. તે અદ્દભુત સલાહ હતી, જે તેઓ મને આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મેં તે લીધી નહીં કારણ કે મને તે સમયે લાગ્યું હતું કે ‘આ શું બોલી રહ્યો છે?”.
આમિર ખાને જ્યારે આ સલાહ આપી ત્યારે રણબીર ૧૩-૧૪ વર્ષનો હતો. રણબીર કપૂરે વર્ષ ૨૦૦૭માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયાથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
આ સોનમ કપૂરની પણ પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ તે વેક અપ સિડ, અજબ પ્રેમ કી ગજબ કહાણી, રાજનીતિ, બચના એ હસીનો, યે જવાની હૈ દિવાની, રોકસ્ટાર, તમાશા, એ દિલ હૈ મુશ્કિલ, જગ્ગા જાસૂસ અને બરફી જેવી ફિલ્મોમાં જાેવા મળ્યો હતો.
છેલ્લે તે ૨૦૧૮માં સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ‘શમશેરા’ સિવાય રણબીર કપૂર ખૂબ જલ્દી અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે, જેમાં તે અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરવાના છે.
‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ મહત્વના રોલમાં છે, જે ૯ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. તેની પાસે લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે, જેમાં શ્રદ્ધા કપૂર તેની ઓપોઝિટમાં છે. રણબીર કપૂર પર્સનલ લાઈફમાં પણ ઘણો વ્યસ્ત છે.
આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ છે અને તે ખૂબ જલ્દી પિતા બનવાનો છે. ગત મહિને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને કપલે ગુડન્યૂઝ આપ્યા હતા. જણાવી દઈએ કે, પાંચ વર્ષના રિલેશનશિપ બાદ આલિયા અને રણબીરે એપ્રિલ, ૨૦૨૨માં લગ્ન કર્યા હતા. જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખાસ મિત્રોને જ આમંત્રિત કરાયા હતા.SS1MS