આમિર ખાને ‘મહારાજા’ની હિન્દી રીમેકના રાઇટ્સ ખરીદ્યા
મુંબઈ, વિજય સેતુપતિની ફિલ્મ ‘મહારાજા’ સાઉથ ઇન્ડિયન બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ છે. આ તમિલ ફિલ્મે સરળતાથી ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. હિન્દી ડબિંગ થીયેટરમાં રિલીઝ થયું નથી. આમ છતાં આ ફિલ્મને ૧૦૯.૦૧ કરોડની કમાણી થઈ છે.
‘મહારાજા’થી ઈમ્પ્રેસ થઈને આમિર ખાને હિન્દી રીમેકના રાઇટ્સ ખરીદ્યાં હોવાના રિપોટ્ર્સ છે. હાલ સાઉથ ઇન્ડિયન ફિલ્મો નોર્થ ઇન્ડિયન ઓડિયન્સમાં પણ સારી ચાલી રહી છે, અને તેમના સુધી યોગ્ય રીતે પહોંચી રહી છે. આમિરની ‘ફોરેસ્ટ ગમ્પ’ની રીમેક ‘લાલસિંઘ ચઢ્ઢા’ ફ્લોપ રહ્યાં બાદ આમિરની ‘મહારાજા’ની રીમેકના નિર્ણયને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
‘મહારાજા’એ થિએટર રિલીઝમાં ૧૦૦ કરોડની કમાણી કર્યા બાદ આ ફિલ્મ ઓટીટી પર પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. કેટલીક ટેલિગ્રામ ચેનલ પર તેનું હિન્દી ડબિંગ પણ આવી ગયું છે. આ સંજોગોમાં વધુ એક રીમેક બનાવવાનો આમિરનો નિર્ણય જોખમી સાબિત થઈ શકે છે.
‘મહારાજા’ નિથિલિયન સામિનાથન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેમાં અનુરાગ કશ્યપે પણ કામ કર્યું છે. જેનાં ઓફિશિયલ સિનોપ્સીસ મુજબ,“એક વાળંદનું ઘર લૂંટાઈ જાય છે, તેથી તે બદલો લેવાનું નક્કી કરે છે, જેથી તે પોલિસને ચાલાકીપૂર્વક કહે છે કે તેની ‘લક્ષ્મી’ કોઈ લઈ ગયુ છે, જેથી પોલિસ મૂંઝવણમાં મુકાય છે કે આ કોઈ વ્યક્તિ છે કે વસ્તુ છે. આ ફિલ્મમાં તેની ‘લક્ષ્મી’ની શોધ દર્શાવાઈ છે.”
આ અંગે આમિરનો દૃષ્ટિકોણ એવો હોઈ શકે કે, આમિર ફિલ્મમેકિંગ માટે બારીકીપૂર્ણ કામ કરવા માટે જાણીતો છે, જે આ ફિલ્મમાં તે તેની અનોખી સ્ટાઇલ સાથે મૂળ ફિલ્મની સફળતાને હાથવગી કરવાનો હેતુ ધરાવે છે, કેટલીક નિષ્ફળતાઓને જોઇને દર્શકોની માનસિકતા એવી બની છે કે, મૂળ ફિલ્મની રીમેકને મૂળ ફિલ્મ જેવી બનાવવી એ એક પડકારરૂપ કામ છે.
બોલિવૂડનો સાઉથની સફળ ફિલ્મોની રીમેકનો ઇતિહાસ મિશ્ર પરિણામો વાળો રહ્યો છે. આમિર ખાન લીડ રોલમાં હતો એવી ‘ગજની’ કે ‘કબીર સિંગ’ બ્લોકબસ્ટર રહેલી છે. જ્યારે ‘જર્સી’, ‘બચ્ચન પાંડે’, તાજેતરમાં આવેલી ‘સરફિરા’ને ખાસ સફળતા મળી નથી.
આમ સાઉથની રીમેકને સફળતા મળવાની કોઈ ખાતરી ન હોવાથી દર્શકો પણ આ પ્રકારની ફિલ્મોને પહેલી નજરે શંકાની દૃષ્ટિએ જ જુએ છે. સાથે દર્શકો આમિરથી થોડા એ મુદ્દે પણ નિઃરાશ છે કે તેણે પોતાની ફિલ્મોના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ રીમેક ‘લાલસિંઘ ચઢ્ઢા’ બનાવી તેમાંથી પણ તેણે સીખ લીધી નથી.
જે ઓસ્કાર વિનિંગ ફિલ્મ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રીમેક હતી. જોકે, ઓડિયન્સ વચ્ચે કલ્ચર અને ભાષાના ભેદને કારણે બે ફિલ્મોએ ઓડિયન્સ પર છોડેલી છાપમાં પણ ફરક પડી જાય છે. તો ફિલ્મને રીમેક માટે અપનાવતી વખતે આ વિવેક ચૂકી જવાય તો તમારી ફિલ્મ ‘લાલસિંઘ ચઢ્ઢા’ જેવી નિષ્ફળ ફિલ્મ બની શકે છે.SS1MS