લાલ સિંહ ચઢ્ઢામાં કરીના કપૂરને લેવા નહતો માગતો આમિર ખાન
મુંબઈ, આમિર ખાન અને કરીના કપૂર હાલ તેની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે. ૧૯૯૪માં રિલીઝ થયેલી હોલિવુડની ફોરેસ્ટ ગમ્પની હિંદી રિમેક તેવી આ ફિલ્મમાં આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢા જ્યારે કરીના કપૂર રુપાના પાત્રમાં છે.
૩ ઈડિયટ્સ અને તલાશ બાદ બંનેની સાથેમાં આ ત્રીજી ફિલ્મ છે. પરંતુ, તમને તે વાત જાણીને નવાઈ લાગશે કે લાલ સિંહ ચઢ્ઢા માટે કરીના કપૂર પહેલી પસંદ નહોતી, તેના બદલે ડિરેક્ટર અદ્વેત ચંદન બોલિવુડની કોઈ નવી હીરોઈનને જ લેવા માગતો હતો. આ વાતનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે આમિર અને કરીના ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણ ૭ના મહેમાન બન્યા હતા.
આમિરે તે દિવસને યાદ કરતાં કહ્યું હતું કે, હું અને અદ્ધેત તે હીરોઈનની જાહેરાતનો વીડિયો જાેઈ રહ્યા હતા. તે છોકરી પણ સારી હતી, પરંતુ જ્યારે અમે તેમા કરીનાને જાેઈ, અમે તેનામાં ખોવાઈ ગયા હતા.
અમે બંને એકબીજા સામે જાેયું હતું અને કહ્યું હતું કે, ફિલ્મમાં કરીના હોવી જાેઈએ’. તે નવી હીરોઈન બીજી કોઈ નહીં પરંતુ માનુષી છિલ્લર હોવાનું લોકો કહી રહ્યા છે, જેણે થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ૨૦૧૮માં કરીના અને માનુષીએ એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં સાથી કામ કર્યું હતું. રસપ્રદ રીતે તે જાહેરાતને કરણ જાેહરના ધર્મા પ્રોડક્શને પ્રોડ્યૂસ કરી હતી.
કાસ્ટિંગ પ્રોસેસ વાત કરતાં, આમિર ખાને જણાવ્યું હતું કે તેઓ તેવી એક્ટ્રેસની શોધમાં હતા જેની ઉંમર ૨૦ની આસપાસ હોય. પરંતુ કરીનાને જાેયા બાદ તેમનો દ્રષ્ટિકોણ બદલાયો હતો. અમે ખરેખર કરીના વિશે વિચાર્યું નહોતું. અમે ૨૫ની આસપાસની હીરોઈન માટે વિચાર્યું હતું.
અમે ૨૫ પર અટક્યા હતા, જે મૂર્ખતાભર્યું હતું. પરંતુ મને ખુશી છે કે અમે તે જાહેરાત જાેઈ કારણ કે, તે રોલમાં હું કરીના સિવાય કોઈને ધારી શકતો નથી’. આમિર ખાને કરણ જાેહર સાથેની વાતચીતમાં તેમ પણ કહ્યું હતું કે, ફિલ્મ બનાવવાનો વિચાર ૧૪ વર્ષ પહેલા આવ્યો હતો.
જાે કે, ફોરેસ્ટ ગમ્પની હિંદી રિમેક બનાવવા માટેના રાઈટ્સ મેળવવા સરળ નહોતા. આ માટે મેકર્સને ૮-૯ વર્ષ લાગ્યા હતા અને ત્યારબાદ ફિલ્મ બનવાની શરૂ થઈ હતી. રૂપાનું પાત્ર ભજવવા માટે કરીના કપૂરે તેની ઓફિસમાં સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. જે જાેયા વગર જ ડિરેક્ટર અદ્વેત ચંદન અને આમિર ખાને તેને ફિલ્મમાં લેવાનું નક્કી કર્યું હતું.SS1MS