આમિર ખાને એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક છોડી દીધી

મુંબઈ, આમિર ખાને એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક છોડી દીધી છે. આમિરે પોતાની પાસે આ બાયોપિકની તૈયારી માટે સમયનો અભાવ હોવાનું બહાનું કાઢ્યું છે.
આમિર પોતાના સમકાલીન સ્ટાર્સ શાહરુખ અને સલમાનની સરખામણીએ ઓછી ફિલ્મો કરવા માટે જાણીતો છે. ક્યારેક તો તે એક જ પ્રોજેક્ટમાં એક કે બે વર્ષનો સમય લગાવી દે છે.
હાલ તે એક્ટર કરતાં પણ નિર્માતા તરીકે વધારે વ્યસ્ત છે. આમિરે આ બાયોપિક સ્વીકારવામાં પણ ઘણો સમય લીધો હતો અને હવે તેણે આ ફિલ્મનું શૂટિંગ શરુ થાય તે પહેલાં જ તે છોડી દીધી છે.
આથી નિર્માતા દિનેશ વિજનનો આ મહતવાકાંક્ષી પ્રોજેક્ટ કાસ્ટિંગના તબક્કે જ અટવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ઉજ્જવલ નિકમ મુંબઈ વિસ્ફોટો, ૨૬/૧૧ એટેક તથા ગુલશન કુમાર હતયા કેસ સહિતના અનેક હાઈ પ્રોફાઈલ કેસમાં કામ કરી ચૂક્યા છે.SS1MS