ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ચીનમાં જોવા મળ્યો આમિર ખાન

મુંબઈ, પોતાના ૬૦મા જન્મદિવસ નિમિત્તે આમિર ખાને પોતાની લવ લાઈફનો ખુલાસો કર્યાે. તેણે કહ્યું હતું કે તે ગૌરી નામની સ્ત્રીને ડેટ કરી રહ્યો છે. આ ખુલાસા પછી બંને તેમની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હવે બંને પહેલીવાર કોઈ કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા છે.સોશિયલ મીડિયા પર આમિરનો એક વીડિયો સામે આવ્યો છે, જે ચીનનો છે.
વીડિયોમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. જેમાં આમિર કાળો કુર્તાે પહેરેલ જોવા મળે છે. આ સાથે તેમણે શાલ પણ ઓઢી છે. ગૌરી સાડી પહેરેલી જોવા મળે છે.આમિર ખાન અને ગૌરી મકાઉ ઇન્ટરનેશનલ કોમેડી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ચીન ગયા હતા.
વીડિયોમાં, બંને એકસાથે ઇવેન્ટમાં પ્રવેશતા જોવા મળે છે. આમિર ગૌરીનો હાથ પકડીને કેમેરા સામે પોઝ આપે છે. હવે તે ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.વીડિયોમાં આમિર અને ગૌરી સાથે અભિનેત્રી મા લી અને અભિનેતા શેન ટેંગ પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં આમિરનો ચાહક વર્ગ સારો એવો છે. તેમની ફિલ્મો ત્યાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
આમિર ખાનની ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મોએ ત્યાં ખૂબ સારી કમાણી કરી હતી.ગૌરી બેંગ્લોરની રહેવાસી છે. તેમનો સલૂનનો વ્યવસાય છે. આ ઉપરાંત તે આમિર ખાનની પ્રોડક્શન કંપનીમાં પણ કામ કરે છે. બંને એકબીજાને ૨૫ વર્ષથી ઓળખે છે.
જોકે, બંને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ગૌરીને તેના પહેલા લગ્નથી ૬ વર્ષનો દીકરો પણ છે. તે આ વર્ષે એક ફિલ્મ લઈને આવવાનો છે. જેનું નામ છે ‘સિતાર જમીન પર.’ આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.SS1MS