Western Times News

Gujarati News

આમિરે જીવ જાેખમમાં મૂકી અંડરવર્લ્ડની પાર્ટીમાં જવાનો કર્યો હતો ઈનકાર

મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેતા આમિર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમિર ખાન પોતાની ફિલ્મો પસંદ કરવામાં ઘણો સમય લે છે. આમિર હંમેશા પોતાની એક્ટિંગથી ચર્ચાનો વિષય બને છે. જાેકે, અત્યારે ફરી આમિર ખાન ફરી ચર્ચામાં આવ્યો છે.

જાેકે, આ વખતે તેની ફિલ્મોના કારણે નહીં, પરંતુ તેની સાથે જાેડાયેલો ૯૦ના દાયકાના એક કિસ્સાના કારણે તે ચર્ચામાં આવ્યો છે. આ અંગેનો ખૂલાસો ફિલ્મ પ્રોડ્યુસર મહાવીર જૈને કર્યો છે.

બોલીવુડમાં અનેક ફિલ્મ સ્ટાર્સ પાર્ટીઓ કરતા હોય છે, પરંતુ આમિર ખાનને કોઈ પાર્ટીમાં જવાનું પસંદ નથી. તે વાત તો સૌ કોઈ જાણે છે, પરંતુ શું આપને ખબર છે કે, આમિર ખાને એક દિવસ તો પોતાના જીવને જાેખમમાં મુકીને અંડરવર્લ્ડ દ્વારા યોજાયેલી પાર્ટીમાં જવાની ના પાડી દીધી હતી? જી હાં, આ પાર્ટીમાં આમિર ખાન નહતો ગયો અને તે વાતનો ખૂલાસો બીજા કોઈએ નહીં, પરંતુ ફિલ્મ પ્રોડ્યુસર મહાવીર જૈને કર્યો હતો.

રામ સેતુ, ગુડ લક હેરી જેવી અનેક ફિલ્મો પ્રોડ્યુસ કરનારા મહાવીર જૈને આમિર ખાન અંગે અનેક વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૯૦ના દાયકામાં અંડરવર્લ્ડ દ્વારા પાર્ટીઓ યોજવામાં આવતી હતી. તે વખતે એવું હતુ કે, ફિલ્મ સ્ટાર્સે અંડરવર્લ્ડ દ્વારા આપવામાં આવેલું આમંત્રણ સ્વીકારવું જ પડતું હતું. તેમ છતાં આમિર ખાને તે પાર્ટીમાં જવાની ના પાડી દીધી હતી અને તે પણ જીવના જાેખમે.

એટલે કે આમિર પોતાના સિદ્ધાંતો પર ચાલનારો વ્યક્તિ છે. આ સાથે જ આમિર ખાન નામ, પ્રસિદ્ધિ, ધન અને શક્તિથી દૂર રહે છે તેવું મહાવીર જૈને જણાવ્યું હતું. તેમણે ઉંમેર્યું હતું કે, આમિર ખાન સારા માણસોમાંથી એક છે. કેટલીક વાર સોશિયલ મીડિયાની ધારણા અને વાસ્તવિકતા ૨ અલગ અલગ વાત હોઈ શકે છે. હું એટલું કહી શકુ કે, જે પણ લોકો આમિરને વ્યક્તિગત રીતે ઓળખે છે. તે બધા આવું જ કહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.