‘આમિર નાટકના દિવસોમાં પાણી પીવડાવતો અને બેકસ્ટેજ કરતો હતો’
મુંબઈ, સુજાતા મહેતા રંગભૂમિ, ફિલ્મો અને ટીવીના જાણીતા અભિનેત્રી છે. તેઓ નાના પાટેકર સાથે ‘પ્રતિઘાત’ જેવી ફિલ્મ અને ‘યતીમ’ અને ‘કંવરલાલ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, જેમાં સન્ની દેઓલ અને રજનીકાંત જેવા કલાકારો હતા.
તાજતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે રંગમંચના જૂના દિવસો યાદ કરીને આમિર ખાન અને શાહરૂખ ખાનના જૂના દિવસોની વાતો કરી હતી.સુજાતા મહેતાએ આમિરના રંગમંચના યુવાનીના દિવસો અંગે વાત કરતાં કહ્યું કે તેમના નાટક ‘ચિત્કાર’ દરમિયાન આમિર ખાન બેકસ્ટેજ કામ કરતો હતો અને દર્શકોને પાણી પીવડાવતો હતો.
તેમણે આમિર ખાનના શરૂઆતના દિવસો અને વિનમ્રતાના વખાણ કર્યા હતા અને તેણે કઈ રીતે તેણે બિલકુલ મૂળથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે આમિર આજે પણ પોતાના મૂળ અને શરૂઆતનું સન્માન અને મૂલ્ય સમજે છે.સુજાતા મહેતાએ શાહરૂખ સાથેની મુલાકાતની પણ વાત કરી હતી.
તેમણે કહ્યું કે શરૂઆતમાં તો તેઓ શાહરૂખ ખાનને ઓળખી પણ શક્યા નહોતા. કારણ કે શાહરૂખનો દેખાવ ઘણો સામાન્ય હતો પરંતુ તે જ્યારે સુજાતા મહેતાને મળ્યો ત્યારે તેના ઘણા નમ્ર સ્વભાવનો પરિચય થયો.
બીજી વખત જ્યારે મહેબૂબ સ્ટુડિયોમાં ત્યારે તેઓ શાહરૂખને મળ્યા ત્યારે તેની નમ્રતા અને કામમાં સખત મહેનતથી તેઓ ઘણા પ્રભાવિત થયાં હતાં. આ સાથે સુજાતા મહેતાએ શાહરૂખ સાથે ફરી કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.SS1MS