લગ્નમાં હાજર રહેલા આમિરે ગાયું રાજા હિંદુસ્તાનીનું સોન્ગ
મુંબઈ, બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાને હાલ પૂર્વ પત્ની કિરણ રાવ સાથે ભોપાલમાં યોજાયેલા એક લગ્નમાં હાજરી આપી હતી. જેમાં નેતા અને કોંગ્રેસના સભ્ય સચિન પાયલટ, એક્ટર કાર્તિક આર્યન તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.
લગ્ન ચોક્કસ કયા સ્થળ પર યોજાયા હતા અને કોના હતા તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ આમિર ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ છે, જેમાં તે કૂર્તા પાયજામામાં જાેવા મળ્યો. ગ્રે હેર અને બીયર્ડ લૂકમાં તે હેન્ડસમ લાગતો હતો. તેણે કાર્તિક આર્યન સાથે પંજાબી સિંગર જસબીર જસ્સીના સોન્ગ પર ડાન્સ કર્યો હતો.
આટલું જ નહીં ‘રાજા હિંદુસ્તાની’નું સોન્ગ ‘આયે હો મેરી જિંદગી’ પણ ગાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આમિર ખાન લગ્નમાં હાજરી આપવા ભોપાલ ગયો હતો અને કિરણ રાવને પણ ત્યાં કંઈક કામ હોવાથી તેની સાથે જાેડાઈ હતી.
અહીંયા બંનેની મુલાકાત સચિન પાયલટ સાથે થતાં વાત કરવાની તક ઝડપી લીધી હતી. ફેન પેજ પરથી સામે આવેલી તસવીરોમાં ત્રણેય એક કાઉચ પર બેસીને લગ્ન મહાલતાં અને વાતો કરતાં જાેવા મળ્યા. એક તસવીરમાં કિરણ શેમ્પેઈન એન્જાેય કરતી દેખાઈ.
આમિર ખાનને જાેઈને ત્યાં હાજર કેટલાક ફેન્સે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી. મીડિયા સાથે વાતચીત કરતાં આમિર ખાને જાહેરાત કરી હતી કે, તે એક્ટિંગમાંથી બ્રેક લેવાનો છે કારણ કે તે પરિવારના સભ્યો અને પ્રિયજનો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માગે છે.
‘હું અત્યારે કંઈ કરી રહ્યો નથી. છેલ્લા કેટલાક વર્ષથી હું સતત કામ કરી રહ્યો હતો અને હવે પરિવાર સાથે સમય વિતાવવો છે. પાની ફાઉન્ડેશનનું પણ કામ ચાલી રહ્યું છે, અન્ય પણ કેટલાક કામ ચાલી રહ્યું છે. તેથી એક વર્ષ બાદ એક્ટિંગમાં પાછો આવીશ.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, આમિર ખાને આશરે ત્રણ વર્ષ બાદ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’થી કમબેક કર્યું હતું. જેમાં તેની સાથે કરીના કપૂર અને નાગા ચૈતન્ય હતા. ૧૯૯૩માં આવેલી હોલિવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની આ હિંદી રિમેક પાસેથી એક્ટરને ઘણી આશા હતી. જાે કે, બોક્સઓફિસ પર માંડ ૫૦ કરોડનો વકરો કરી શકી હતી.SS1MS