આમિર આગામી ફિલ્મના ડિજિટલ રાઇટ્સ નહીં વેચે
મુંબઈ, આજકાલ કોઈ પણ ફિલ્મ થિએટરમાં રિલીઝ થાય તે પહેલાં તે કયા ડિજિટલ પ્લેટફટ્ઠર્મ પર સ્ટ્રીમ થવાની છે, તેની ઉત્સુકતા અને ઉતાવળ દર્શકોને વધારે હોય છે. તેના કારણે ઘણા લોકો થિએટરમાં ફિલ્મ જોવા જવાનું ટાળવા લાગ્યા છે. ડિજિટલ પ્લેટફર્મ પર જેવી ફિલ્મ રિલીઝ થાય કે તરત જ તેની પાયરસી પણ શરૂ થઈ જાય છે.
ત્યારે ફરી એક વખત થિએટરના મહત્વને વધારવું એ ઇન્ડસ્ટ્રીની હાલની તાતી જરૂરિયાત છે. આ જ મુદ્દે આમિર ખાન પરિવર્તન ને ક્રાંતિ લાવવા વિચારે છે.
એક તરફ એક્ટર્સ અને પ્રોડ્યુસર્સ થિએટરમાં ફિલ્મ ન ચાલે તો ડિજિટલ રાઇટ્સથી કમાણી કરવાનું વિચારવા લાગ્યા છે, ત્યારે તેમનાથી આગળ વધીને આમિર એક મોટું પરિવર્તન લાવવાની તૈયારી કરી રહ્યો છે.
હાલ તે ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલાં વિવિધ લોકો સાથે પોતાની આગામી ફિલ્મ કોઈ પણ ડિજિટલ પ્લેટફર્મ પર રિલીઝ ન કરવા બાબતે ચર્ચા કરી રહ્યો છે.
આ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર આમિર પોતાની ફિલ્મ માત્ર સિનેમાહોલમાં જ રિલીઝ કરવા માગે છે, જેથી ફિલ્મ અન્ય ફિલ્મો કરતાં લાંબો સમય ચાલી શકે. સૂત્રએ જણાવ્યું,“આમિર પહેલાંથી જ ડિજિટલ રાઇટ્સ વેચવા માગતો નથી. તેની સોશિયલ કોમેડી જોનરની આગામી ફિલ્મને તે કમ સે કમ ૧૨ અઠવાડિયા સુધી મોટા પડદે જ ચલાવવા માગે છે.
એક વખત ફિલ્મ સિનેમાહોલમાં રિલીઝ થઈ જાય પછી તે ડિજિટલ રાઇટ્સ વેચશે. ડિજિટલ માધ્યમો પણ કોન્ટ્રાક્ટમાં બોક્સ ઓફિસની જોગવાઈ રાખે છે, તેથી આમિર ઇચ્છે છે કે તે પહેલાં થિએટરમાં દર્શકોનો પ્રતિસાદ મેળવે.”
સૂત્રએ આગળ જણાવ્યું,“ફિલ્મના પોસ્ટર પર કે ટ્રેઇલરમાં ડિજિટલ પાર્ટનરનો લોગો ન બતાવીને આમિર એક સ્પષ્ટ સંદેશ આપવા માગે છે કે તેની ફિલ્મનો અનુભવ માત્ર થિએટરમાં જઈને જ લઈ શકાશે. તેનો વિચાર થિએટરને એ જૂના સોનેરી દિવસોમાં પાછા લઈ જવાનો છે, જ્યારે દર્શકોને ખ્યાલ પણ નહોતો કે ફિલ્મ ટીવીમાં ક્યારે અને કઈ ચેનલ પર દેખાશે.”
જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે આમિર આ પ્રયોગ તેની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ માટે કરશે કે તેના પછી, પરંતુ તે આ અંગે તેના બધાં જ ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ટીમ મેમ્બર્સ સાથે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી રહ્યો છે. સૂત્રએ જણાવ્યું,“આ એક હિંમતભર્યું પગલું છે અને જો કોઈ એક વ્યક્તિ હોય જે આ પરિવર્તન લાવી શકે તેમ હોય તો એ આમિર જ છે.
આ સમયની માગ છે કારણ કે આપણે મધ્યમ બજેટની સોશિયલ કોમેડીને પણ મોટા પડદા માટે બનાવીને તેના પર આપણી બાજુ લગાવતા હોઈએ છીએ. આમિર દરેક પ્રકારની શક્યતાઓ અંગે ચર્ચા કરીને પછી જ કોઈ તારણ પર આવશે, પરંતુ તેના મનમાં આ વિચાર હાલ પ્રાથમિકતા પર છે.”SS1MS