આમિર ખાનનો સ્ટાફ પણ કોરોના પોઝિટિવ
મુંબઈ: બોલિવુડ અભિનેતા આમિર ખાનના સ્ટાફના કેટલાક લોકો પોઝિટિવ જણાયા. આમિરે ટિ્વટર પર એક પત્ર શેર કરી સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી આપી. તેણે જણાવ્યું કે, તેના ઘરનાં બીજા લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. અલબત્ત તેની માતાનો ટેસ્ટ હજુ બાકી છે. જેના માટે આમિરે પોતાની મા માટે દુઆ કરવા પ્રસંશકોને અપીલ કરી છે.
કોરોના વાઇરસે સમગ્ર દેશમાં કેર વર્તાવ્યો છે, તેનાથી બોલિવુડ પણ બાકાત રહ્યું નથી. સ્ટાફ પોઝિટિવ જણાતા આમિર ખાન અને તેમના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો. જા કે બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ટ્વીટમાં આમિરે લખ્યું કે હવે હું મારી માતાનો કોરોના ટેસ્ટ કરાવીશ. તેઓ છેલ્લા વ્યક્તિ છે જેમનો કોરોના ટેસ્ટ થવાનો બાકી છે. મહેરબાની કરીને પ્રાર્થના કરજા કે મારી માતાનો ટેસ્ટ નેગેટિવ આવે. તેણે ઝડપી કાર્યવાહી માટે બીએમસીનો આભાર પણ માન્યો.
આમિરે પોસ્ટમાં લખ્યું કે, “તમારા બધાની જાણકારી માટે મારો અમુક સ્ટાફ કોરોના પોઝિટિવ છે. તેમને તરત ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બીએમસીનાં અધિકારીઓ તેમને મેડિકલ સુવિધાઓ આપવા બહુ તત્પર અને કુશળ દેખાયા. હું બીએમસીનો આભાર માનવા માંગુ છું. તેમણે મારા સ્ટાફની સારી સંભાળ રાખી. અમારા બધાનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો, જે નેગેટિવ આવ્યો. હું ફરી એક વાર બીએમસીનો તાકીદ, પ્રોફેશનલિઝમ સાથે દેખરેખ રાખવા માટે આભાર માનવા માંગુ છું.”
આમિરે વધુમાં લખ્યું કે “કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટર, નર્સ અને અન્ય સ્ટાફનો પણ આભાર માનું છું. તેઓ ટેસ્ટ પ્રક્રિયા દરમિયાન બહુ પ્રોફેશનલ અને દેખરેખ રાખનારા જણાયા. ભગવાન આશીર્વાદ આપે અને બધા સુરક્ષિત રહે.”
અગાઉ ફિલ્મ નિર્માતા કરણ જાહર અને બોની કપૂરનો અમુક સ્ટાફનો રિપોર્ટ પર કોરોના પોઝિટિવ જણાયો હતો. ઉપરાંત સિંગર કનિકા કપુર અને અભિનેતા કિરણકુમાર પણ પોઝિટિવ જણાતા ક્વોરન્ટાઈન રહ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાશે. જેમાં કરીના કપૂર તેની હિરોઈન છે.