આમિરની દિકરી ઇરા અને નૂપુર હનીમૂન પર રોમેન્ટિક થયા
મુંબઈ, બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી ઇરા ખાને એના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સાથે જાન્યુઆરી મહિનામાં લગ્ન કર્યા છે. ઇરા ખાન આ દિવસોમાં પતિ નૂપુર શિખરે સાથે ઇન્ડોનેશિયામાં હનીમૂનમાં એન્જોય કરી રહી છે.
ઇરા ખાને પતિ નૂપુર શિખરે સાથેની તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી છે. ઇરા ખાને ફરી એક વાર તસવીરો શેર કરી છે. ઇરા ખાન પતિ નૂપુર શિખરની સાથે કોઝી થતા જોવા મળી રહી છે. આ કપલની તસવીરો ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.
ઇરા ખાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઇરા ખાન નૂપુરની સાથે મસ્ત અંદાજમાં જોવા મળી રહી છે. ઇરા ખાન અને નૂપુર શિખરે આ દિવસોમાં હનીમૂન પર છે. કપલ હનીમૂન દરમિયાન એકદમ રોમેન્ટિક મુડમાં જોવા મળી રહ્યા છે.
નૂપુર એકદમ સિમ્પલ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે ઇરા પણ આ તસવીરમાં સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. ઇરા ખાન અને નૂપુર શિખરે હનીમૂન દરમિયાન એકથી એક પોઝ હટકે આપ્યા છે. આ કપલનો રોમેન્ટિક અંદાજ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.
ઇરા ખાન અને નૂપુર શિખરે રોમેન્ટિક થતા સેલ્ફી ક્લિક કરી છે. ઇરા ખાને ફેન્સની સાથે તસવીરો પણ શેર કરી છે. આ સેલ્ફી તમને પણ એક નજરે ગમી જશે એવી છે. આમિર ખાનની દીકરી ઇરા ખાન સુપર કુલ લુકમાં જોવા મળી રહી છે.
ઇરા ખાન અને નૂપુર શિખરે મસ્તીભર્યા અંદાજમાં ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યા છે. આ કપલ થોડા દિવસો પહેલાં હનીમૂન માટે ઇન્ડોનેશિયા ગયા હતા, જ્યાં એમને એકથી એક મસ્ત પોઝ આપ્યા છે. તમને જણાવી દઇએ કે ઇરા ખાન અને નૂપુરે નવેમ્બર ૨૦૨૨માં સગાઇ કરી હતી.
ઇરાએ સગાઇમાં આમિર ખાન, રીના દત્તા અને આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ સહિત અનેક પરિવારના લોકો હાજર રહ્યા હતા. એક્ટર ઇમરાન ખાન પણ આ પાર્ટીમાં શામેલ થયો હતો. ઉલ્લેખનીય છે કે ઇરા ખાન અને નૂપુર શિખરે જાન્યુઆરી મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ કપલે ઉદેયપુરમાં ગ્નાન્ડ વેડિંગ કર્યા હતા.SS1MS